Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલની મહિલાઓએ દેશની રક્ષા કરતા 300 સૈનિકોની કલાઇ પર બાંધી રાખડી

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ બનાસકાંઠા નડાબેટ પાક બોર્ડરે દેશની સરહદ ઉપર આપણી રક્ષા કરતા સૈનિકોને રક્ષાસુત્ર બાંધવા માટે ગોંડલ તાલુકાના દેરડી (કું) ગામની ખોડલધામ મહિલા સમિતિ ની મહિલાઓ ગઇ હતી. મહિલાઓએ જવાનોને રક્ષાબંધન તહેવાર નિમિત્તે ગોંડલથી 300 રાખડી કલાઇ...
ગોંડલની મહિલાઓએ દેશની રક્ષા કરતા 300 સૈનિકોની કલાઇ પર બાંધી રાખડી

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Advertisement

બનાસકાંઠા નડાબેટ પાક બોર્ડરે દેશની સરહદ ઉપર આપણી રક્ષા કરતા સૈનિકોને રક્ષાસુત્ર બાંધવા માટે ગોંડલ તાલુકાના દેરડી (કું) ગામની ખોડલધામ મહિલા સમિતિ ની મહિલાઓ ગઇ હતી. મહિલાઓએ જવાનોને રક્ષાબંધન તહેવાર નિમિત્તે ગોંડલથી 300 રાખડી કલાઇ પર બાંધી હતી. તેમના મો મીઠા કરવવા 8 કિલો પેંડા અને નાન ખાટાઈ (કુકીઝ) લઈને ગયા હતા. મહિલાઓએ જાતે જઇને રાખડી બાંધી હોવાથી સૈનિકો ભાવવિભોર થયા હતા.

હાથમાં રાખડી જોઇને સૈનિકો અને મહિલાઓની આંખમાંથી સરી પડ્યા આંસુ

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત અને પાકિસ્તાનની બોર્ડરે છે. નડાબેટ ખાતે જવા માટે ખોડલધામ મહિલાઓની ટીમ તા.20 ઓગસ્ટની રાતે નીકળતા 21 ઓગસ્ટના વહેલી સવારે બનાસકાંઠાના સુઈ ગામે પોહચ્યા હતા. મહિલાઓની ટીમે શિસ્તબધ્ધ રીતે લાઇનમાં ઉભેલા જવાનોને કંકુ તિલક કરી ફૂલ ચોખાથી વધાવ્યા હતા. બાદમાં તેમની કલાઇ પર રાખડી બાંધવાની શરૂઆત કરી હતી.

Advertisement

હાથમાં રાખડી બાંધતી વખતે સૈનિકોની આંખ થઇ ભીની

મહિલાઓએ રાખડી બાંધવાની શરૂઆત કરી તે સમયે મોટા ભાગના જવાનોની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. મહિલાઓ પણ ભાવ વિભોર બની હતી. મહિલાઓ માટે આર્મી જવાનોએ ચા-પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરી હતી. આર્મી જવાનોએ બપોરે કાઠીયાવાડીઓને પ્રિય ભજીયા બનાવીને ખવડાવ્યા હતાં. મહિલાઓ સુઈગામથી બોર્ડર સુધી આવતા તમામ ટેન્ટો, ક્વાર્ટરમાં રહેતા દરેક જવાનને કંકુ, ચોખા, મો મીઠા કરાવી રાખડી બાંધતા હતા.

સરહદ પર સૈનિકો સાથે બહેનો ગરબે ઝુમી

મહિલાઓએ લેઉવા પાટીદાર સમાજના કૂળદેવી ખોડિયાર માતાજીનો ગરબો ગાયો હતો. સરહદે સૈનિકો સાથે રક્ષાબંધન મનાવ્યા બાદ મહિલાઓએ જણાવ્યું કે બોર્ડર પર સૈનિકો જ્યાં ફરજ બજાવે છે ત્યાં ની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. જવાનો પાસે કપડાં, ઓઢવાની સાલ અને બેગમાં પરિજનોના ફોટા હતા. આ જોઇને મહિલાઓ ભાવ વિભોર થતા તેમની આંખમાં આસુ આવી ગયા હતાં.

Advertisement

સૈનિકોને ખોડલધામ મંદિરે આવવાનુ આપ્યુ આમંત્રણ

મહિલાઓ એ આર્મી જવાનોને પોતાના ગામ અને ખોડલધામ મંદિર ખાતે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. તેમને ખોડલધામ સંસ્થાના કાર્યોની માહિતી આપી હતી.

છેલ્લા બે વર્ષથી ખોડલધામ મહિલા સમિતિ મોકલે છે રાખડી

વર્ષ 2017 થી શ્રી ખોડલધામ મહિલા સમિતિ દેરડી (કું) ની 90 જેટલી મહિલાઓ આ ગ્રુપ ચલાવે છે. ખોડલધામ મહિલા સમિતિ છેલ્લા બે વર્ષથી સરહદે દેશની રક્ષા કરતા સૈનિકોને રાખડી મોકલાવે છે. ખોડલધામ મહિલા સમિતિના સભ્ય મીનાબેન દોગા સુરતમાં રાષ્ટ્રીય કથામાં ભાગ લેવા ગયા હતાં. કથામાં સૈનિકો માટે ફાળાની જાહેરાત કરવામાં આવી હતી. મહિલાઓએ ફંડ પણ આપ્યું હતું. ફંડ આપનારને એક કવર આપવામાં આવ્યું હતું. ખોડલધામ મહિલા સમિતિ દેરડી (કું) ની 14 મહિલાઓ અને 3 ભાઈઓ સહિત કુલ 17 લોકો રાખડી બાંધવામાં ગયા હતા.

આ પણ વાંચો : BANASKANTHA NEWS : પાલનપુર શહેરમાં રખડતી ગાયોના ગળામાં રેડિયમ પટ્ટા પહેરાવાયા, અકસ્માતોનું પ્રમાણ ઘટશે

Tags :
Advertisement

.