એવું શું થયું કે MLA રિવાબા મેયર બીનાબેન પર થયા ગુસ્સે ? જાહેરમાં જોવા મળી રકઝક
જામનગરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાજપના ત્રણ મહિલા નેતાઓ વચ્ચે વાકયુદ્ધ જામ્યું હતું. જેનો વીડિયો તાજેતરમાં વાયરલ થયો છે જે બાદ જામનગરનું રાજકારણ ગરમાયું છે. મળતી માહિતી અનુસાર, જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા અને મેયર બીનાબેન વચ્ચે જાહેરમાં રકઝક જોવા મળી હતી.
ધારાસભ્ય રિવાબા અને મેયર બિનાબેન આવ્યા આમને-સામને
જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયો હતો, જેમા 5 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિ હોવાનું કહેવાય છે. આ કાર્યક્રમમાં મહાનુભાવો હાજર હતા, જેમા સાસંદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત થઇ તે પછી એક વિવાદ થયો હતો. જે એટલી હદે વધ્યો કે મેયર બીનાબેન કોઠારી અને ધારાસભ્ય રિવાબા જાડેજા મંચ પર જ આમને-સામને આવી ગયા હતા. કાર્યક્રમ દરમિયાન મેયર બિનાબેને ધારાસભ્ય રિવાબાને હોદ્દાની ગરિમા જાળવવાનું કહ્યું હતું જેના જવાબમાં રિવાબા એટલી હદે ગુસ્સે થઇ ગયા કે તેમણે જાહેરમાં જ તેમની સાથે રકઝક શરૂ કરી દીધી હતી. આ બોલાચાલી દરમિયાન રિવાબાએ કહ્યું કે, ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. આ જોતા ભાજપની અંદરો અદરનો ઝગડો ઉજાગર થયો હતો. આ સમગ્ર રકઝક ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો.
Jamnagar ના MLA Rivaba Jadeja અને mayor વચ્ચે જાહેરમાં બોલાચાલી@Rivaba4BJP #rivabajadeja #Jamnagar #viralvideo #BJP #Gujarat @PoonambenMaadam @CRPaatil @mahitijamnagar pic.twitter.com/PZbTiPSPDX
— Gujarat First (@GujaratFirst) August 17, 2023
સાસંદ પૂનમ માડમ પર પણ ગુસ્સે થયા MLA રિવાબા જાડેજા
રિવાબા જાડેજા માત્ર મેયર બિનાબેન કોઠારી પર જ નહીં પણ સાંસદ પૂનમબેન માડમ પર પણ ગુસ્સે થતા જોવા મળ્યા છે. જ્યારે રિવાબા મેયરને ખખડાવી રહ્યા હતા કે , ઔકાતમાં રહો વધુ સ્માર્ટ બનવાની જરૂર નથી. જે પછી આ મામલે સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું કે, સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો, અમુક લોકોને ભાન નથી પડતી હોતી અને બહું સ્માર્ટ બનવા જાય છે. આ સમગ્ર રકઝક ત્યારે વધુ ચર્ચામાં આવી જ્યારે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જોકે, અહીં સવાલ એ પણ થાય છે કે, રિવાબા જાડેજા કે જેઓ હર હંમેશ નરમાઈથી બોલતા હોય છે તે અચાનક ગુસ્સે કેમ થઇ ગયા અને તે પણ મેયર કે જેઓ તેમનાથી ઉંમરમાં મોટા છે. જોકે, કઈ બાબતે શાબ્દિક ટપાટપી થઈ તે સામે આવ્યું નથી.
આ પણ વાંચો - Botad: અંધશ્રદ્ધાના ચકરડાંમાં ફસાયેલા યુવકને અંતે ઝેર પીવાનો વારો આવ્યો, જાણો આ ચોંકાવનારો કિસ્સો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ