Bharuch: લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત, હોનારત થાય તો જવાબદાર કોણ?
Bharuch: રાજકોટની ઘટના બાદ પણ ભરૂચ (Bharuch) નગરપાલિકા સુધારવાનું નામ લેતું નથી. સોનેરી મહેલ નજીકની લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી જર્જરિત અને જર્જરિત ટાંકીની તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોવા છતાં અને ગમે ત્યારે ટાંકી ધસી પડે તો સ્થાનિકોના જીવનું જોખમ ઊભું થાય તેઓ ભય ઊભો થયો છે પરંતુ ભરૂચ નગરપાલિકા કોઈ મોટી હોનારત સર્જાય તેનું રાહ જોઈ રહ્યું હોવાનું આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિકોમાં ભયનો માહોલ
ભરૂચ (Bharuch)ના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે. પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં નવી ટાંકી ઊભી કરવામાં આવી પણ છે. નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડો વાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે જર્જરિત પાણીની ટાંકીની તિરાડોમાંથી વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે. આ સાથે સાથે તિરાડોના કારણે પાણીના ફુવારા ઉડવાથી અને પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા પડવાના કારણે પણ પાણીની ટાંકી ગમે ત્યારે ધસી પડે તો આજુબાજુ રહેતા 100થી વધુ મકાનના લોકોના જીવનું જોખમ ઊભું થાય તેઓ ભય ઊભો થયો છે.
નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતાર્યા
નોંધનીય છે કે, નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતાર્યા છે અને જર્જરિત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન્ટ કરવા માટે માંગ કરવામાં આવી છે. જો જર્જરિત પાણીની ટાંકી ઘસી પડે અને કોઈનું જીવ જોખમા મુકાય તો પાલિકા જવાબદાર રહેશે તેઓ આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ વિસ્તારની જર્જરિત પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોય સાથે તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે પીવા લાયક છે કે કેમ? તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે અને ચોંકાવનારા પ્રદૂષિત પાણી લોકોને સપ્લાય કરવામાં આવતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે.
નવી ટાંકી તૈયાર હોવા છતાં સ્થાનિકોના જીવનું જોખમ શા માટે?
તંત્રનું હંમેશા એક મુદ્દો રહ્યો છે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા હાલમાં જ ભરૂચના સોનેરી મહેલ ખાતે પીવાના પાણીની ટાંકી અત્યંત જર્જરિત છે. ભરૂચના ઘણા વિસ્તારોને પાણી પુરવઠો પૂરો પાડે છે પરંતુ લાખો લિટરની પાણી જર્જરિત અને તિરાડો માંથી પાણીના ફુવારા ઉડતા હોય અને ગમે ત્યારે ધસી પડે તેવી સ્થિતિમાં હોવા છતાં નવી પાણીની ટાંકીનું લોકાર્પણ અને પ્રસિદ્ધિ મેળવવા માટે જૂની જર્જરિત પાણીની ટાંકી હજુ પણ પાલિકાએ કાર્યરત રાખતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે.
પાલિકાના અધિકારીઓ સામે સ્થાનિકોમાં ભારે રોષ
સોનેરી મહેલ ખાતે રહેણાંક વિસ્તારમાં નગરપાલિકાની વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરતી પાણીની ટાંકી લાખો લીટરની ક્ષમતા ધરાવતી છે. આ ટાંકીની તિરાડોમાંથી કુવારા પણ ઊડી રહ્યા છે દિવાળીએ પાણીની ટાંકી ઉતારવામાં આવશે તેવું આશ્વાસન પાલિકાએ આપ્યું હતું પરંતુ આચારસંહતાના કારણે નવી ટાંકી ના લોકાર્પણ માટે પાલિકાના તંત્ર રાહ જોઈને બેઠું છે. એટલા માટે અમારા સ્થાનિક રહી સોનું જીવનું જોખમ ઊભો કર્યું છે. જો કોઈને પણ ટાંકી ધસી પડવાના કારણે નુકસાન થશે? તો પાલિકા જવાબદાર રહેશે તેઓ આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે.