Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Prathampur: સંતરામપુર તાલુકાના પરથમપુરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 71.33% મતદાન થયું

Prathampur: ગુજરાતમાં 7 તારીકે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક બેઠક પર ફરી મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુરમાં મતદાન યોજાયું હતું. નોંધનીય છે કે, સંતરામપુર તાલુકાના પરથમપુર બુથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ...
prathampur  સંતરામપુર તાલુકાના પરથમપુરમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ  71 33  મતદાન થયું

Prathampur: ગુજરાતમાં 7 તારીકે લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક બેઠક પર ફરી મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુરમાં મતદાન યોજાયું હતું. નોંધનીય છે કે, સંતરામપુર તાલુકાના પરથમપુર બુથ પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. આ બાબતે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ બુથ પર કામ કરતા તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. EVM સહિત વીવીપીએટની સામગ્રી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દાહોદ લોકસભાના સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવી છે.

Advertisement

856 મતદારોએ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો

તમને જણાવી દઇએ કે, સંતરામપુર તાલુકાના પરથમપુરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ 856 મતદારોએ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો છે. નોંધનીય છે કે, 856 મતો સાથે અહીં 71.33 ટકા મતદાન નોંધાયું છે. આ પહેલા 7 તારીખે યોજાયેલ ચૂંટણીમાં 852 લોકોએ મતદાન કર્યું હતું, જેમાં 69 ટકા મતદાન નોંધાયું હતું. પરંતુ આજે એટલે કે 11 તારીખે થયેલા મતદાનમાં વધારો નોંધનાયો છે. સંપૂર્ણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. EVM સિલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને EVM સિલ કર્યા બાદ EVM દાહોદ સ્ટ્રોંગ રૂમમાં મોકલી આપવામાં આવશે.

7 થી 3 વાગ્યાં સુઘીમાં 54.25% ટકા મતદાન નોંધાયું હતું

નોંધનીય છે કે, સંતરામપુરના પરથમપુર મતદાન મથક ખાતે ફરી મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તમને જણાવી દઇએ કે, સંતરામપુરના પરથમપુર મતદાન મથક ખાતે 1224 ના મતદાન સામે 500 મત મતપેટી માં પડ્યા હતા. સવારે 7 થી 3 વાગ્યાં સુઘીમાં પ્રથમપુર બુથ પર 54.25% ટકા મતદાન નોંધાયું હતું. મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા યોજાઇ હતી. આ ચૂંટણી પ્રક્રિયા કોઈક કારણસર ફરી યોજવામાં આવી હતી. જે અત્યારે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat First ના અહેવાલ બાદ શાળા સંચાલકો ઘૂંટણીએ, એમિક્સ સ્કૂલની શાન આવી ઠેકાણે

આ પણ વાંચો: GSEB 10th Result 2024: રીક્ષા ચાલકનો પુત્ર ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 99.98 PR સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાને

આ પણ વાંચો: Kheda: ખેડા જીલ્લા શિક્ષણ અધિકારીની બેદરકારી, જાહેર કરેલ પરિણામની યાદીમાં છે ગંભીર ભૂલ

Tags :
Advertisement

.