Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valsad: યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી, નરાધમે આચર્યું દુષ્કર્મ

Valsad:મિત્ર પર અત્યારે લોકો સૌથી વધારે વિશ્વાસ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વલસાડમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો વલસાડ (Valsad) માં તાજેતરમાં બહેનપણી સાથે મિત્રતા નિભાવવું ભારે પડ્યું છે....
valsad  યુવતીએ પોતાના પુરૂષ મિત્ર માટે સગીરાને મિત્ર બનાવી ફસાવી  નરાધમે આચર્યું દુષ્કર્મ

Valsad:મિત્ર પર અત્યારે લોકો સૌથી વધારે વિશ્વાસ કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વલસાડમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો વલસાડ (Valsad) માં તાજેતરમાં બહેનપણી સાથે મિત્રતા નિભાવવું ભારે પડ્યું છે. કારણ કે, પોતાની સગીર બહેનપણીને એક યુવતીએ પોતાના પુરૂષ મિત્રને સોંપી દીધી હતી. ત્યાર બાદની વાત કરવામાં આવે તો. પારડીના પોણીયા ગામે એકાંત વાડીમાં યુવતીના પુરૂષ મિત્રએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

Advertisement

પોતાના પુરુષ મિત્ર માટે યુવતીએ સગીરાને ફસાવી

નોંધનીય છે કે, એક યુવતીએ જ પોતાના પુરુષ મિત્ર માટે સગીરાને ફસાવી હતી. પોતાના પુરુષ મિત્રની ખરાબ કામનાઓની પૂર્ણ કરવા માટે આ યુવતીએ એક સગીરાના બહેનપણી બનાવીને ફસાવી હતી. મળતી જાણકારી પ્રમાણે પારડી પોલીસે એક યુવતી સહિત બે યુવાનની ધરપકડ કરી લીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મિત્રતા પર વિશ્વાસ કરવો સગીરાને ભારે પડ્યો હતો. નોંધનીય છે કે, માત્ર પાંચ દિવસની જૂની બહેનપણી સાથેની મિત્રતા નિભાવવું સગીરાને ખુબ જ ભારે પડ્યું છે.

યુવતી સાથે પાંચ દિવસ પહેલા જ કરી હતી મિત્રતા

મળતી જાણકારી પ્રમાણે સગીરાએ આ યુવતી સાથે પાંચ દિવસ પહેલા જ મિત્રતા કરી હતી. મિત્રતા કર્યા બાદ સગીર બહેનપણીને યુવતીએ પુરૂષ મિત્રને સોંપી દીધી હતી, ત્યારબાદ યુવકે પારડીના પોણીયા ગામે આવેલી એક એકાંત વાડીમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો એક યુવતીએ જ પોતાના પુરુષ મિત્ર માટે સગીરાને ફસાવી હતી. જેથી અત્યારે (Valsad) પારડી પોલીસ (Pardi Police)એ એક યુવતી સહિત બે યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે.  પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Montu Namdar : કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર થવા મામલે પોલીસકર્મીઓને ફટકારાઈ સજા!

આ પણ વાંચો: Ahmedabad : નરોડામાં રૂંવાડા ઊભા કરે એવી ઘટના, લગ્ન પહેલા જ સાસરિયાંએ યુવતીનો જીવ લીધો!

આ પણ વાંચો: NEET Scam : પંચમહાલ પોલીસનો મોટો ઘટસ્ફોટ! કહ્યું – ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયાની વાત..!

Tags :
Advertisement

.