VADODARA: ફાયર વિભાગની ટીમ સમયસર ન પહોંચતા મકાન બળીને ખાખ
VADODARA: વડોદરા (VADODARA) માં આજવા રોડ પર એકતાનગર ખાતે એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ આગ લાગવાની ઘટના મોડી રાત્રે બની હતી. ત્યારે ડ્રેનેજ, પાણીની નળીકા નાખવાની કામગીરીના કારણે રોડ બંધ હોવાના કારણે ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટના સ્થળ પર પહોંચી શકી ન હતી.
આખું મકાન બરીને ખાખ થઈ ગયું હતું
આમ, ફાયર લશ્કરોને રોડ બંધ હોવાના કારણે ઘટના સ્થળે પહોંચવા માટે ભારે જહેમત ઉઠાવી પડી હતી. અને ડ્રેનેજની કામગીરીના કારણે ફાયરબ્રિગેડને 2 કિમી ચક્કર કાપી સ્થળ પર પહોંચવું પડ્યું હતું. આટલું કર્યા પછી પણ ફાયર બ્રિગેડની ટીમ સમયસર ઘટના સ્થળ પર ના પહોંચી હોવાના કારણોસાર આખું મકાન બરીને ખાખ થઈ ગયું હતું.
ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો
જેથી ભારે જહેમત બાદ ફાયરના જવાનો દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચો - વડોદરાને મળશે 350 કરોડની સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલો, PM મોદી કરશે વર્ચ્યિલી શિલાન્યાસ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ