VADODARA : SMC ની સફળ પ્રોહીબીશન રેડ, 4 વોન્ટેડ
VADODARA : વડોદરા (VADODARA) પાસે આસોજમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL - SMC) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ. 1.69 લાખના દારૂ સાથે કુલ રૂ. 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાાં આવ્યો છે. આ રેડમાં ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. અને આ મામલે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL - SMC) ની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.
ઘરમાં સંતાડીને રાખવામાં આવ્યો હતો દારૂ
વડોદરા શહેર-જિલ્લામાં સ્ટેટ મોનીટરીંસ સેલ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પ્રોહીબીશન અને જુગારના કેસો પકડી પાડવામાં ટીમને સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના ભાથુજી ફળિયામાં ઘરમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો છે.
4 આરોપી વોન્ટેડ જાહેર
સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીમાં રૂ. 1.69 લાખના દારૂ સહિત મોબાઇલ, રોકડા, અને વાહન મળીને કુલ રૂ. 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ત્રણની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટીમે દારૂનું વેચાણ કરનાર ઘનશ્યામભાઇ મોહનભાઇ પાટણવાડીયા(રહે. આસોજ), ગ્રાહક - કૃણાલ નિલેશભાઇ પાટણવાડીયા (રહે. આસોજ) અને અશ્વિનભાઇ બાબરભાઇ પરમાર (રહે. છાણી જકાતનાકા) ની અટકાયત કરી છે.
પીએસઆઇ એસ. વી. ગોસ્વામીના નેતૃત્વમાં રેડ
જ્યારે દારૂ મંગાવી આપનાર પ્રવિણભાઇ રાજીવભાઇ ઠાકોર (રહે. આસોજ), દારૂની હેરાફેરી કરનાર રમેશભાઇ પાટણવાડીયા (રહે. આસોજ), દારૂનો જથ્થો પુરો પાડનાર મુન્નો જયસ્વાલ (રહે. સાવલી) અને દારૂનો જથ્થો પુરો પાડનાર સપ્લાયર સાગર જયસ્વાલ (રહે. સાવલી) ને વોન્ટેડ જાહેર કર્યા છે. જે પૈકી કેટલાક લિસ્ટેડ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ એસ. વી. ગોસ્વામીના નેતૃત્વમાં રેડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -- VADODARA : રીંછે આધેડનું મોઢું ફાડી ખાધું