Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન, જાણો સંપૂર્ણ તૈયારી

VADODARA : 7, જુલાઇ રવિવારના રોજ ભગવાન જગન્નાથજી સહપરિવાર નગરચર્યાએ નિકળશે. જેને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરા (VADODARA) માં આયોજિત રથયાત્રા (RATHYATRA - 2024) ને પાલિકા દ્વારા લગાડવામાં આવેલી સ્ક્રિન પર જોઇ શકાય તેવું આયોજન...
vadodara   રથયાત્રા મોટી સ્ક્રીન પર જોઇ શકાય તેવું આયોજન  જાણો સંપૂર્ણ તૈયારી

VADODARA : 7, જુલાઇ રવિવારના રોજ ભગવાન જગન્નાથજી સહપરિવાર નગરચર્યાએ નિકળશે. જેને લઇને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વડોદરા (VADODARA) માં આયોજિત રથયાત્રા (RATHYATRA - 2024) ને પાલિકા દ્વારા લગાડવામાં આવેલી સ્ક્રિન પર જોઇ શકાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભક્તોને 35 ટન શુદ્ધ ઘીના બનેલા શીરાનો પ્રસાદ વહેંચવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તમામને રથયાત્રામાં સામેલ થવા આમંત્રણ

ઇસ્કોન મંદિર (ISKON TEMPLE) ના મહંત નિત્યાનંદ સ્વામી જણાવે છે કે, દર વર્ષે ઇસ્કોન મંદિર દ્વારા વિશ્વમાં 1 હજારથી વધુ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વડોદરામાં રથયાત્રા દરમિયાન દેશી ઘી ના 35 ટન શીરાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રથયાત્રા બપોરે અઢી વાગ્યે વડોદરા રેલવે સ્ટેશનથી નિકળશે. ત્યાર બાદ સયાજીગંજ, કાલાઘોડા, સલાટવાડા, કોઠી કચેરી, રાવપુરા, જ્યુબીલીબાગ, પદ્માવતી શોપીંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, લાલ કોર્ટ, મદન ઝાંપા રોડ, કેવડાબાગ થઇને પોલો ગ્રાઉન્ડ સાંજે 7 કલાકે આવી પહોંચશે. તમામને રથયાત્રામાં સામેલ થવા આમંત્રણ છે. રથયાત્રામાં છોડનું વિતરણ કરવામાં આવશે.

પાલિકાનું તંત્ર કામે લાગ્યું

શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ જણાવે છે કે, 43 મી રથયાત્રા 7 જુલાઇ, રવિવારના રોજ થવા જઇ રહી છે. રવિવારનો દિવસ હોવાથી ભક્તો વધારે જોડાય તેવી આશા છે. તેની તૈયારીના ભાગરૂપે છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ સંસ્થાઓના માધ્યથી મીટિંગો થઇ રહી છે. પાલિતા તરફથી રથ જે રૂટ પર જવાનો છે, ત્યાં કોઇ પણ જાતના રસ્તામાં ડ્રેનેજ, વરસાદી ગટર સહિતના નાના-મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવ્યા છે. રસ્તામાં આવતા વાયરો, વર્ષ દરમિયાન ઉગેલા ઝાડ, રથને જવા માટેની યોગ્ય જગ્યા કરવાની કામગીરીને લઇને પાલિકાનું તંત્ર કામે લાગ્યું છે. પોલીસ સાથે પણ મીટિંગ થઇ ગઇ છે. સારી રીતે દર્શન કરી શકાય તે દિશામાં ચર્ચા થઇ છે.

Advertisement

ઉતાવળ કે ધક્કા-મુક્કી ન કરતા

વધુમાં તેમણે જણાવ્યું કે, પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત રાખવામાં આવશે. દર વર્ષની જેમ રથ પાછળ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. તેની પછી તરત જ પાલિકા તથા અન્ય સંસ્થા દ્વારા સફાઇ ઝુંબેશ ચાલશે. રથ પસાર થઇ ગયા પછી રૂટ ચોખ્ખો થઇ જાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. રથની આગળ ભજન મંડળી, કિર્તન કરતા ભક્તો હશે. પાલિકા દ્વારા આ વખતે નવા સ્ક્રીનમાં લાઇવ પ્રસારણ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેનો પણ ભક્તોને લાભ મળી શકે છે. તમાનને અપીલ કે, દર્શન કરવા માટે આવનાર ભક્તો કોઇ પણ પ્રકારની ઉતાવળ કે ધક્કા-મુક્કી ન કરે. રથ ઉંચાઇ પર હોવાથી તમામને દર્શનનો લાભ મળશે.

રૂટ પર નો પાર્કિંગ સાથે ટ્રાફીક ડાયવર્ટ

રથયાત્રાના રૂટ પર નો પાર્કિંગ સાથે જ રૂટ ડાયવર્ટ કરવાને લઇને વડોદરા પોલીસે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે રથયાત્રાના દિવસે બપોરે 1 વાગ્યાથી અમલમાં આવનાર છે. જેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.

Advertisement

આ પણ વાંચો -- Rath Yatra : આજે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ

Tags :
Advertisement

.