VADODARA : MSU માં લાયકાત વગર કાયમી શિક્ષકોની ભરતીનો આરોપ
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી (MSU - VADODARA) ની કોમર્સ ફેકલ્ટી વ્યાપમ જેવા કૌભાંડનો આરોપ મુકવામાં આવ્યો છે. યુનિ.ના પૂર્વ વાઇસ ડીન. ડો. ઉમેશ ડાંગરવાલાએ આરોપ મુકતા જ તંત્ર એક્શનમાં આવ્યું છે. જે બાદ આ કૌભાંડ સામે વિજીલન્સ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલના વીસીનો કાર્યકાળ વધુ એક કારણોસર વિવાદમાં સપડાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
વ્યાપમ જેવું કૌભાંડ
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ સામે પૂર્વ વાઇસ ડીન ઉમેશ ડાંગરવાલાએ અવાજ ઉઠાવ્યો છે. ડો. ઉમેશ ડાંગરવાલાએ મુકેલા આરોપ અનુસાર, વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટી વ્યાપમ જેવું કૌભાંડ (VYAPAM STYLE SCAM) આચરવામાં આવ્યું છે. જેમાં 8 શિક્ષકોની તેમની લાયકાત વગર અને યુજીસીની ગાઇડલાઇન્સ વગર જ કાયમી ભરતી કરી દેવામાં આવી છે. સાથે જ BSc, BE, MBA, MSW કરેલાને Ph.D ના ગાઇડ બનાવ્યાના હોવાના ગંભીર આરોપો મુકવામાં આવ્યા છે.
સનસનાટી મચી જવા પામી
વધુમાં પૂર્વ વાઇસ ડીન ઉમેશ ડાંગરવાલાએ મુકેલા આરોપ અનુસાર, કોમર્સ અને બિઝનેસ મેનેજમેન્ટ વિભાગમાં 8 શિક્ષકોની આ રીતે કાયમી ભરતી કરી દેવામાં આવી છે. જેને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વ્યાપમ જેવા કૌભાંડના આરોપને પગલે સનસનાટી મચી જવા પામી છે. આ ગંભીર આરોપો સામે આવ્યા બાદ ચીફ વિજીલન્સ કમિશનર દ્વારા આ અંગેની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આ મામલે તપાસમાં શું આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
કાર્યકાળ વિવાદમાં સપડાયો
તો બીજી તરફ વધુ એક ગંભીર આરોપો લાગતા હાલના વીસી પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તનો કાર્યકાળ વધુ એક વખત વિવાદમાં સપડાયો છે. હવે વિજીલન્સ તપાસ કઇ દિશામાં આગળ વધે છે તે જોવું રહ્યું, સાથે જ કેટલા સમયમાં વિજીલન્સ આ કૌભાેંડીઓને ખુલ્લા પાડે છે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો -- VADODARA : ઢોરપાર્ટીની ગાડીમાં ભારે સ્ટંટ બાજી સામે આવી