Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મંગાવ્યો મોબાઇલ અને મળ્યો સાબુ..વાંચો અહેવાલ

VADODARANEWS :  વડોદરા (VADODARANEWS ) ના યુવકે વર્ષ 2019 માં ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપ કાર્ટ મારફતે મોબાઇલ મંગાવ્યો હતો. જેની ડિલીવરીના બોક્સમાંથી સાબુ મળી આવ્યો હતો. જેની સામે ગ્રાહકે વડોદરા (VADODARA NEWS ) ગ્રાહક જિલ્લા તકરાર નિવારણ કમિશનમાં દાવો માંડ્યો હતો....
vadodara    મંગાવ્યો મોબાઇલ અને મળ્યો સાબુ  વાંચો અહેવાલ

VADODARANEWS :  વડોદરા (VADODARANEWS ) ના યુવકે વર્ષ 2019 માં ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપ કાર્ટ મારફતે મોબાઇલ મંગાવ્યો હતો. જેની ડિલીવરીના બોક્સમાંથી સાબુ મળી આવ્યો હતો. જેની સામે ગ્રાહકે વડોદરા (VADODARA NEWS ) ગ્રાહક જિલ્લા તકરાર નિવારણ કમિશનમાં દાવો માંડ્યો હતો. જેનો તાજેતરમાં ગ્રાહકની તરફેણમાં ચુકાદો આવ્યો છે. અને ફ્લિપ કાર્ટ અને સાને રીટેઇલ્સ પ્રા. લી. ને વળતર ચુકવવા માટે હુકમ કર્યો છે.

Advertisement

વિરલે બોક્સ ખોલતા જ તેમાંથી સાબુ નિકળ્યો

વડોદરા (VADODARA NEWS )ના વિરલ ભાનુશાળીએ વર્ષ 2019 માં ફ્લિપ કાર્ટ કંપની મારફતે ઓનલાઇન રૂ. 36,990 ની કિંમતનો મોબાઇલ ફોન મંગાવ્યો હતો. જેનું પેમેન્ટ તેઓએ ઓનલાઇ ડેબિટ કાર્ડ થકી કર્યું હતું. જેની સીલબંધ કવરમાં ડિલીવરી કરવામાં આવી હતી. વિરલે બોક્સ ખોલતા જ તેમાંથી સાબુ નિકળ્યો હતો. જે અંગે ફરિયાદ કરતા કંપની તરફથી કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. આખરે વિરલે વડોદરા ગ્રાહક જિલ્લા તકરાર નિવારણ કમિશન સમક્ષ પોતાની ફરિયાદ કરી હતી. આ સાથે જ ફરિયાદમાં મોબાઇલ ઓર્ડર કર્યાનો એસએમએસ, મોબાઇલ ડિલીવરી કર્યા સમયે મળેલ એસએમએસ, ઇનવોઇઝ, મોબાઇલ બોક્સનો ફોટો કોપી, સાબુની ફોટો કોપી વગેરે રજૂ કર્યા હતા.

ગેરકાયદેસર વેપારનિતી અપનાવી હોવાનું ફલિત થયું

ઉપરોક્ત તમામ વિગતો રજુ કરીને ફ્લિપ કાર્ટ ઇન્ડિયા પ્રા. લી, સેમસંગ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ પ્રા. લી. અને સાને રીટેઇલ પ્રા. લી. સામે દાવો માંડ્યો હતો. જેમાં કંપની દ્વારા મોબાઇલના બદલે સાબુ મોકલીને ગેરકાયદેસર વેપારનિતી અપનાવી હોવાનું ફલિત થયું હતું.

Advertisement

બંને કંપનીઓએ પૃથક રીતે ભોગબનનારને માનસીક ત્રાસ પેટે રૂ. 2 હજાર અને કાનુની ખર્ચના રૂ. 2 હજાર પણ ચુકવવાના રહેશે

જે અંગે ગ્રાહકની તરફેણમાં તાજેતરમાં 27 / 02 / 2024 ના રોજ ચુકાદો આવ્યો છે. જેની સમય મર્યાદા આશરે 4 વર્ષ 4 મહિના જેટલા થવા પામે છે. જેમાં જણાવ્યા અનુસાર, ફ્લિપ કાર્ટ ઇન્ડિયા પ્રા. લી. અને સાને રીટેઇલ પ્રા. લી. બંનેએ સંયુક્ત રીકે અરજદારને રૂ. 36,990 અરજી કર્યાની તારીખથી હુકમ થયાની તારીખના બે માસમાં ચુકવવાના રહેશે. સાથે જ બંને કંપનીઓએ પૃથક રીતે ભોગબનનારને માનસીક ત્રાસ પેટે રૂ. 2 હજાર અને કાનુની ખર્ચના રૂ. 2 હજાર પણ ચુકવવાના રહેશે. આ ચુકાદામાં મોબાઇલ કંપની સામે કોઇ પણ હુકમ કરવામાં આવ્યો નથી.

ગ્રાહકને પાંચ વર્ષ જેટલા સમયગાળામાં વળતર મળવાનો રસ્તો ખુલ્યો

ઉપરોક્ત મામલે 20 / 10 / 2019 ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનો 27 / 02 / 2024 ના રોજ ચુકાદો આવ્યો છે. આમ ઓનલાઇન મોબાઇલ ખરીદી ડિલીવરી પાર્સલમાં સાબુ મેળવાર ગ્રાહકને પાંચ વર્ષ જેટલા સમયગાળામાં વળતર મળવાનો રસ્તો ખુલ્યો છે. ઉપરોક્ત મામલે વડોદરા ગ્રાહક જિલ્લા તકરાર નિવારણ કમિશન સમક્ષ અરજદાર તરફે એચ. એમ. પટેલ અને હર્ષાબેન એસ. ચૌહાણે ધારદાર રજૂઆતો કરી હતી.

Advertisement

આ પણ વાંચો---SINDHUBHAWAN ROAD ACCIDENT : બેફામ આવતા કારચાલકે 18 વર્ષીય બાઈકચાલકને અડફેટે લેતા મોત

Tags :
Advertisement

.