Vadodara : વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતા હોબાળો
નોકરી વાંચ્છુકો સાથે ફરી એકવાર ક્રૂર મજાક! વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતા હોબાળો વડોદરામાં ઉમેદવારો હડધૂત થતાં થયા આકરાપાણીએ ઉમેદવારો તમારા ગુલામ નથી કે હડધૂત કરો છો 1224 જગ્યાની ભરતી માટે લેવાનારી પરીક્ષા અચાનક રદ્દ વિભાગની ભૂલના કારણે...
નોકરી વાંચ્છુકો સાથે ફરી એકવાર ક્રૂર મજાક!
વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતા હોબાળો
વડોદરામાં ઉમેદવારો હડધૂત થતાં થયા આકરાપાણીએ
ઉમેદવારો તમારા ગુલામ નથી કે હડધૂત કરો છો
1224 જગ્યાની ભરતી માટે લેવાનારી પરીક્ષા અચાનક રદ્દ
વિભાગની ભૂલના કારણે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી
રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષા રદ
પોલ ટેસ્ટમાં ક્ષતિ આવતા રદ કરાઈ પરીક્ષા
બાબુઓની લાલિયાવાડીને કારણે પરીક્ષાર્થી પરેશાન
સાહેબો, પરીક્ષાર્થીઓને મજબૂર ન કરો આંદોલન માટે
સાહેબો, પરીક્ષાર્થી આશાનું ભાથુ બાંધીને આવે છે!
જેટકોની ભૂલના કારણે 1224 જગ્યા માટે લેવાનારી વિદ્યુત સહાયકની પરિક્ષા રદ થતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે વડોદરામાં એકત્ર થયેલા હજારો ઉમેદવારોએ છેલ્લી ઘડીએ રદ થયેલી પરીક્ષા બાબતે ભારે રોષ પ્રગટ કર્યો હતો.
છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં ઉમેદવારોની સ્થિતી કફોડી
જેટકોના કારણે આજે હજારો ઉમેદવારોને સહન કરવું પડ્યું છે. રાજ્યભરમાંથી ઉમેદવારો પરીક્ષા આપવાની તૈયારી સાથે વડોદરા પહોંચ્યા હતા પણ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં ઉમેદવારોની સ્થિતી કફોડી થઇ ગઇ હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
હજારો ઉમેદવારોએ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો
વડોદરામાં જેટકોની ઓફીસની બહાર એકત્ર થયેલા હજારો ઉમેદવારોએ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ગોંડલ, રાજકોટ, કચ્છ, જામનગર અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ગામોમાંથી આવ્યા હતા અને આ રીતે પરીક્ષા રદ કરીને તેમની સાથે કૃર મજાક કરાઇ હતી. ઉમેદવારોનો ખર્ચો માથે પડ્યો હતો
વિભાગની ભૂલના કારણે પરીક્ષા રદ થઇ
વડોદરામાં ઉમેદવારોને રીતસર હડધૂત થયા હતા. ઉમેદવારોએ રોષ પ્રગટ કર્યો કે આ ઉમેદવારો ગુલામ નથી કે તમે આ રતે હડધૂત કરો છે. વિભાગની ભૂલના કારણે પરીક્ષા રદ થઇ છે અને તેમાં ઉમેદવારોને સહન કરવાનું આવ્યું છે. જેટકોએ રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષા રદ કરી દીધી હતી.
પોલ ટેસ્ટમાં ક્ષતિ આવતા પરીક્ષા રદ
પોલ ટેસ્ટમાં ક્ષતિ આવતા પરીક્ષા રદ કરાઈ હતી જેના કારણે હજારો ઉમેદવવારોએ ભોગવવું પડ્યું હતું. સરકારી અધિકારીઓની લાલિયાવાડીના કારણે પરીક્ષાર્થીઓ પરેશાન થયા હતા અને તેમણે ભારે રોષ પ્રગટ કર્યો હતો. બાબુઓની લાલિયાવાડીને કારણે પરીક્ષાર્થી પરેશાન થઇ ગયા છે.
આ પણ વાંચો----પશુ ખાણદાણમાં ભેળસેળ હવે સાંખી નહીં લેવાય
Advertisement