Kutch : ભુજની ભાગોળે બે યુવાનોના ભેદી સંજોગોમાં મોતથી ચકચાર
શહેરની ભાગોળે આવેલા સેડાતા નજીક રવિવારની સમી સાંજે બે યુવાનોના મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે આ બંને યુવાનની હત્યા થઈ છે તેવું ચર્ચાઈ રહ્યું હતું જો કે તપાસ બાદ આત્મહત્યા હોવાનું જાણવા મળે છે. ભુજથી મુન્દ્રા તરફ જતા માર્ગ પર આવેલ સેનેટરી નજીક સેડાતા વિસ્તારમાં આવેલ બાવળોની જાળીમાંથી બે યુવાનોના મૃતદેહ જોવા મળતા સ્થાનિક લોકોએ આ બાબતની જાણ માનકુવા પોલીસને કરી હતી માનકુવા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યાં હતા.
બે યુવકોના મૃતદેહ મળી આવ્યા
આ બનાવ એ ડિવિઝન પોલીસ મથકની હદમાં બન્યો હોવાનું જાણવા મળે છે. વધુમાં મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના સામત્રા ગામના ભીમજી રામજી મહેશ્વરી શુક્રવારે લાપતા બન્યો હતો જેનો મૃતદેહ આજે સેડાતા વિસ્તારમાંથી મળી આવ્યો છે, તેમજ ભુજનો રાઠોડ કલ્પેશ કાનજી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થળ પરથી એક દવાની બોટલ મળી આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે
સ્થળ પર FSL નિષ્ણાંતો ની ટીમ પણ બોલાવવામાં આવી છે હતભાગી યુવાનોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ હકીકતો પ્રકાશમાં આવવા પામશે. આજે સાંજે બંને યુવાનોના મૃતદેહો જોવા મળતા ગામ લોકો પણ એકત્ર થઈ ગયા હતા. બંને યુવાનોની મોત પાછળના કારણો જાણવા પોલીસ તપાસ બાદ જ વધુ હકીકતો પ્રકાશમાં આવે તેમ છે. એકી સાથે બંને યુવાનોના મૃતદેહો મળી આવવાની ઘટનાએ સમગ્ર કચ્છ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.
પરિવારજનો અને મિત્રોના નિવેદનો લેવાયા
આ બનાવને લઈને પરિવારજનોના નિવેદનો લેવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. રાત્રિના 11:00 વાગે પોલીસે હોસ્પિટલ ચોકીમાં પરિવારજનોને બોલાવીને નિવેદનો દોર હાથ ધર્યો છે. આ બંને યુવાનોના મોતનું કારણ તપાસ દરમિયાન જ બહાર આવવા પામશે તેમજ પોલીસે મોબાઈલ કોલ અંગે પણ તપાસ હાથ ધરી છે તેમ જ હતભાગિઓના મિત્રોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે.
અહેવાલ : કૌશિક છાયા, કચ્છ
આ પણ વાંચો : જૂનાગઢ ઘેડ પંથક જળબંબાકાર, સાંસદ JCB માં સવાર થઈ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.