Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Cyclone Biparjoy : અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બિપોરજોય વાવાઝોડાને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. ત્યારે સાંજે એકાએક ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. એકાએક ભારે  પવન વરસાદ વરસવાનું શરૂ થતા લોકોએ અસહ્ય ગરમીથી...
cyclone biparjoy   અમદાવાદમાં ભારે પવન સાથે  ધોધમાર વરસાદ
બિપોરજોય વાવાઝોડાને પગલે સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે બિપોરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. ત્યારે સાંજે એકાએક ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો હતો. એકાએક ભારે  પવન વરસાદ વરસવાનું શરૂ થતા લોકોએ અસહ્ય ગરમીથી રાહત મેળવી હતી
અમદાવાદમાં પણ વિનાશક વાવાઝોડા બિપરજોયની અસર જોવા મળી છે.  વાવાઝોડાને કારણે, આજે સાંજે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વસ્ત્રાપુર, ઘાટલોડિયા, જોધપુર સહીતના વિસ્તારમાં અચાનક વરસાદ તુટી પડ્યો હતો.
શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ
અમદાવાદમાં બિપોરજોય વાવાઝોડાને પગલે શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ જવા પામ્યો હતો. જેમાં લોકોની અવર જવરથી ધમધમતા એસ.જી.હાઈવે. બોડકદેવ તેમજ માનસી સર્કલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
સમુદ્રી વાવાઝોડાના કારણે કચ્છના મુંદ્રાના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે, દરીયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ભારે પવનના કારણે લોકોની મુશ્કેલી વધી છે. કચ્છના માંડવી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. માંડવી અને આસપાસના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. સવારથી અત્યાર સુધીમાં વાતાવરણમાં અનેક વખત પલટો આવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.