NIDJAM 2024 માં આજે ગુજરાતનો દિવસ, આવતીકાલે અન્ય કેટેગરીની ફાઈનલ યોજાશે
NIDJAM 2024 : અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ NIDJAM 2024 માં બીજા દિવસે ગર્લ્સ અને બોયઝ પ્લેયર્સનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 16 ફેબ્રુઆરી પ્રથમ દિવસના પ્રિલીમરી રાઉન્ડ બાદ 17 ફેબ્રુઆરી શનિવારના રોજ બીજા દિવસે ક્વોલિફાઈ રાઉન્ડ અને સેમિફાઈનલ રાઉન્ડ થયો હતો અને ફાઈનલ રાઉન્ડ ટ્રાયથ્લોન ગ્રુપ એ અને ગ્રુપ બીના થયા હતા. જેમાં ગુજરાતના ખેલાડીઓ ઝળક્યા હતા. તેમાં પણ ટ્રાયથ્લોન ગ્રુપ-બી અંડર 14 કેટેગરીમાં ગુજરાતની દિકરીઓનો દબદબો રહ્યો હતો. ગુજરાતની દિકરી કિંજલ ઠાકોર 2,520 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે રહી હતી.ખેડૂત પિતાની દિકરીએ નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીમાં 7 મહિનાની કડી મહેનત કરી આ ઝળહળતી સિદ્ધી મેળવી હતી જ્યારે સુરતની હની ચૌધરી અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-બી કેટેગરીમાં 2,359 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે રહી હતી. ઉપરાંત અંડર 14 ગર્લ્સ ટ્રાયથ્લોન એ કેટેગરીમાં અમદાવાદની કાવ્યા અગ્રવાલે 2,064 પોઈન્ટ સાથે ત્રીજો નંબર હાંસલ કર્યો હતો. ગુજરાતની દિકરીઓને ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ આપીને સન્માનિત કરાયા હતા.
ત્રીજા દિવસે એથ્લેટિક્સની વિવિધ કેટેગરી માટે ફાઈનલ રાઉન્ડ પણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે
NIDJAMમાં બીજા દિવસના રાઉન્ડ બાદ આવતીકાલે રવિવાર 18 ફેબ્રુઆરીના રોજ ત્રીજા દિવસે એથ્લેટિક્સની વિવિધ કેટેગરી માટે ફાઈનલ રાઉન્ડ પણ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે થશે. ભારતના 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી આવેલા 5,500થી વધુ ખેલાડીઓ પૈકી ફાઈનલમાં સિલેક્ટ થયેલા ગર્લ્સ અને બોયઝ પ્લેયર્સની મહેનતનું પરીણામ પણ આવતીકાલે સેરેમની રાઉન્ડમાં મેડલ સ્વરુપે ઝળહળતું જોવા મળશે. સેમિફાઈનલ રાઉન્ડની વિવિધ કેટગરીની એથ્લેટિક્સ રમતોમાં પ્લેયર્સ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. જેમાં ગર્લ્સ કેટેગરીમાં 36 પ્લેયર્સ રનિંગ અને બરછી ફેંક જેવી કેટગરીમાં ફાઈનલ માટે સિલેક્ટ થઈ હતી. આવતીકાલે અન્ય કેટેગરીની રમતમાં ગર્લ્સ તેમજ બોયઝ કેટેગરીમાં ઉમદા પરફોર્મ કરનાર ખેલાડીઓને વિજેતા જાહેર કરાશે જેમને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે.
ગુજરાતના ખેલાડી નેશનલમાં અન્ય રાજ્યના ખેલાડીઓ વચ્ચે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
NIDJAMમાં દેશભરમાંથી ભાગ લીધેલી મહિલા ખેલાડીઓમાંથી ગર્લ્સ કેટેગરીમાં ફાઈનલમાં બરછી ફેંક, રનિંગ જેવી ગેમમાં પહોંચનાર મહિલા ખેલાડીઓ પૈકી ગુજરાતની દિકરીઓ પણ સામેલ છે જેમાં અંડર 16માં 600 મીટર રનિંગની અંદર ગોહીલ સંધ્યા રામસિંગ તથા અંડર 16માં 60 મીટર રનિંગમાં વાલા રોશનબા તથા અંડર 14 ભાલા ફેંકમાં કાવ્યા અગ્રવાલ ફાઈનલિસ્ટ તરીકે સિલેક્ટ થનાર ખેલાડીઓ છે. જેઓ નેશનલમાં અન્ય રાજ્યના ખેલાડીઓ વચ્ચે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
આ પણ વાંચો----NIDJAM 2024 : મેડલ સેરેમનીમાં પ્રખ્યાત એથ્લેટ સરિતા ગાયકવાડ રહ્યા હાજર
અહેવાલ---મૈત્રી મકવાણા, અમદાવાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ