Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mount Abu માં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી..! પર્યટકોનો ધસારો..

અહેવાલ--રામલાલ મીણા, માઉન્ટ આબુ ભારે વરસાદ વચ્ચે મીની કાશ્મીર તરીકે ઓળખાતા  માઉન્ટ આબુ (Mount Abu) ખાતે પ્રકૃતિ (nature)ની મજા માણવા હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આબુમાં પહાડોને વાદળા જાણે રીતસર ચુંબન કરી રહ્યા છે. પહાડો પરથી ઝરણા વહી રહ્યા...
mount abu માં પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી    પર્યટકોનો ધસારો
અહેવાલ--રામલાલ મીણા, માઉન્ટ આબુ
ભારે વરસાદ વચ્ચે મીની કાશ્મીર તરીકે ઓળખાતા  માઉન્ટ આબુ (Mount Abu) ખાતે પ્રકૃતિ (nature)ની મજા માણવા હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. આબુમાં પહાડોને વાદળા જાણે રીતસર ચુંબન કરી રહ્યા છે. પહાડો પરથી ઝરણા વહી રહ્યા છે અને કુદરતી સૌંદર્ય પુરબહારમાં ખીલી ઉઠ્યું છે.
abu
માઉન્ટ આબુ પણ અત્યારે પ્રકૃતિની ગોદમાં રમી રહ્યું છે
દેશમાં ચોમાસાએ જમાવટ કરી છે અને ચોમાસાના આગમનની સાથે જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ખાસ કરીને પહાડો પર વસેલા હિલ સ્ટેશનમાં તો કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ત્યારે રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુ પણ અત્યારે પ્રકૃતિની ગોદમાં રમી રહ્યું છે. માઉન્ટ આબુમાં વાદળો પહાડો સાથે દોસ્તી કરવા તત્પર હોય તેમ પહાડો અને વાદળોની જમાવટ જોવા મળી રહી છે.
rajasthan
માઉન્ટ આબુમાં હજારો પર્યટકો ઉમટી પડ્યા
પ્રકૃતિના સૌંદર્યને માણવા રવિવારે માઉન્ટ આબુમાં હજારો પર્યટકો ઉમટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ પર્યટકોએ આબુની પ્રકૃતિને માણી હતી. ગુજરાતીઓ માટે તો માઉન્ટ આબુ પ્રિય હિલ સ્ટેશન છે અને ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી હજારો પર્યટકો આબુ આવે છે.
abu market
પર્યટકો હાલ માઉન્ટ આબુમાં પ્રકૃતિની મજા માણી રહ્યા છે
હજારો પર્યટકો હાલ માઉન્ટ આબુમાં પ્રકૃતિની મજા માણી રહ્યા છે. આબુના નકી લેક તથા ગુરુ શિખર સહિતના પર્યટક સ્થળો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આબુના બજારમાં પણ પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો છે. રવિવારે ભારે વરસાદ હોવા છતાં પર્યટકો મજા માણવાનું ચુક્યા ન હતા.
abu
વાદળો પણ જાણે પર્યટકોને સ્પર્શ કરતાં હોય તેવા માહોલ
આબુ ચડતી વખતે વાંકા ચૂકા રસ્તા અને ઢોળાવોમાં પોતાના વાહનો પાર્ક કરીને પોતાના કેમેરામાં સેલ્ફી કેદ કરી હતી તો વાદળો પણ જાણે પર્યટકોને સ્પર્શ કરતાં હોય તેવા માહોલ જોવા મળ્યો હતો. પર્યટકોએ નક્કી ઝીલમાં બોટિંગ કરી હતી તથા ઘોડે સવારી કરીને મજા માણી હતી.
abu cloud
નક્કી ઝીલ ઓવરફ્લો
આ વખતે ધોધમાર વરસાદ થવાના કારણે  નક્કી ઝીલ ઓવરફ્લો થયું છે. જેથી પર્યટકો અને સ્થાનિકોમાં ભારે ખુશી જોવા મળી હતી. સતત વરસાદ થવાના કારણે આબુના પહાડો પરથી ઝરણા વહેતા થયા હતા. જેથી નયનરમ્ય દ્રષ્યો જોવા મળ્યા હતા.
માઉન્ટ આબુમાં નયનરમ્ય વાતાવરણ
માઉન્ટ આબુના આહલાદક વાતાવરણ વચ્ચે જાણે વાદળો પર્યટકો સાથે વાત કરતા હોય તેવા દ્રષ્યો સર્જયા હતા. આવા ખુશ મિજાજ વાતાવરણ વચ્ચે પર્યટકોએ પણ મન મુકીને આનંદ માણ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.