Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કાતિલ ઠંડી...માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું

માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ઝીરો ડિગ્રી નોંધાયુ ગાડીઓના કાચ અને મેદાનોમાં ઘાસ પર બરફની ચાદર છવાઈડિસેમ્બર મહિનામાં માઉન્ટ આબુમાં ઠંડીના પ્રમાણમાં વધારોમાઉન્ટ આબુમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ દેશના ઉત્તર પશ્ચિમ ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાત (Gujarat)ને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu)માં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ àª
કાતિલ ઠંડી   માઉન્ટ આબુમાં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું
  • માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ઝીરો ડિગ્રી નોંધાયુ 
  • ગાડીઓના કાચ અને મેદાનોમાં ઘાસ પર બરફની ચાદર છવાઈ
  • ડિસેમ્બર મહિનામાં માઉન્ટ આબુમાં ઠંડીના પ્રમાણમાં વધારો
  • માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ 
દેશના ઉત્તર પશ્ચિમ ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ગુજરાત (Gujarat)ને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુ (Mount Abu)માં ઝીરો ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઇ છે.
ઠંડીમાં આબુનું તાપમાન ઝીરો ડિગ્રી
દેશમાં ઉત્તર અને પશ્ચિમ ભારતમાં હાલ હાડ ધ્રુજાવે તેવી ઠંડી પડી રહી છે. ઘણા સ્થળોએ તાપમાન શૂન્ય ડિગ્રીની નજીક પહોંચ્યું છે ત્યારે ઉનાળામાં ઠંડક મેળવવા માટે  અનેક લોકો ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે પહોંચે છે. જો કે શિયાળામાં માઉન્ટ આબુની તસવીર અને તાસીર બદલાઇ જાય છે અને ઘણી વાર માઉન્ટ આબુનું તાપમાન ઝીરો ડિગ્રી સુધી પહોંચી જાય છે. 

સતત બીજા દિવસે તાપમાન ઝીરો ડિગ્રી
હાલ હાડ ધ્રુજાવતી કડકડતી ઠંડીમાં  માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ઝીરો ડિગ્રી નોંધાયુ છે. આબુમાં હાલ  ગાડીઓના કાચ અને મેદાનોમાં ઘાસ પર બરફની ચાદર છવાઈ છે. માઉન્ટ આબુમાં સતત બીજા દિવસે લઘુતમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. 

સર્વત્ર બરફની ચાદર
ડિસેમ્બર મહિનામાં માઉન્ટ આબુમાં ઠંડીના પ્રમાણમાં હંમેશા વધારો થાય છે.  છેલ્લા 10 દિવસથી આ વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. વહેલી સવારે વાહનો પર બરફની ચાદર જોવા મળી હતી અને કાચ પર પણ બરફ જામી ગયેલો જોવા મળ્યો હતો.  
સુંદર નજારો જોવા મળ્યો 
માઉન્ટ આબુની હોટલોમાં ગાર્ડનમાં મુકેલા કાચના ટેબલ પર પણ બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. આબુના નખી લેક પર પણ વહેલી સવારે સુંદર નજારો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનિય છે કે માઉન્ટ આબુ રાજસ્થાનનું કાશ્મીર ગણાય છે દેશભરમાંથી લોકો અને વિદેશમાંથી લોકો ફરવા માટે અહી આવતા હોય છે ત્યારે શિયાળામાં લોકો ઠંડીનો નજારો માણવા પણ  આવે છે. આબુના નખી લેક પર પણ વહેલી સવારે સુંદર નજારો જોવા મળ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.