Gujarat Rain Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો કેવી છે આગાહી
Gujarat Rain Update: ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ સાથે અન્ય પણ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.
દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું
નોંધનીય છે કે, અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, હવામાન વિભાઘ દ્વારા માછીમારાોને અત્યારે દરિયો ના ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છે કે, મોસમ ખરાબ હોવાને કારણે અત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે, જેથી સાવચેતીના ભાગરૂપે દરિયા ના ખેડવા માટે હવામાન વિભાગ દ્વારા માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે દરિયા કિનારે 35 થી 45 પ્રતિકલાકની ઝપડે પવન ફુંકાઈ શકે છે.
આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થશે
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસું શરૂ થતા અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. જેથી આગામી ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, નવસારી, બનાસકાંઠા, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે તેવી સંભાવનાઓ છે. આ સાથે સાથે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે તેવી આગાહી
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, સુરત, નવસારી અને દાદરા નગર હવેલી એટલે દક્ષિણ ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ તો સમગ્ર ગુજરાતમાં અત્યારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે. તેમાંથી કેટલાક વિસ્તારોમાં તો સારો એવો વરસાદ થઈ પણ ગયો છે. નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારૂ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.