Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

National Flag: દહેગામ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી

National Flag ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવી હતી. જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ સાથે જ પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલગ અલગ ક્ષેત્રે સારું કામ કરવાવાળા મહાનુભાવોને તેમજ...
national flag  દહેગામ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી

National Flag ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દહેગામ ખાતે કરવામાં આવી હતી. જ્યાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ સાથે જ પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલગ અલગ ક્ષેત્રે સારું કામ કરવાવાળા મહાનુભાવોને તેમજ બિલકુલ ક્ષેત્રના ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધ્વજવંદન બાદ અધ્યક્ષની ઉપસ્થિતિમાં સરકારી વિવિધ યોજનાઓના ટેબ્લ્લો પણ રજૂ કરવામાં આવ્યો હતા.

Advertisement

પ્રધાનમંત્રીએ રામ મંદિરનું સપનું સાકાર કરી બતાવ્યું: શંકરભાઈ ચૌધરી

આ પ્રસંગે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘વર્ષોથી જે રામ મંદિરનું સપનું તમામ લોકો જોઈ રહ્યા હતા તેને પ્રધાનમંત્રી મોદી દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે તે એ ક્ષણ હતી જેની વર્ષોથી રાહ જોવાતી હતી. G20નું પ્રતિનિધિત્વ કરીને ભારતે વસુદેવ કુટુંબકમ્ ની વાત સમગ્ર વિશ્વને માનવા ઉપર મજબૂર કરી હતી. તેમજ વાઇબ્રન્ટ સમિટ 2024માં પણ 45,000 કરોડ જેટલા mou સાઇન થયા છે, જે ગર્વની વાત છે. તેમજ કાશ્મીરને લઈને તમામ લોકોના મનમાં સમસ્યા હતી કે આનું નિરાકરણ કેવી રીતે આવશો પરંતુ કલમ 370 ને દૂર કરીને પીએમ મોદીએ આપેલું વચન પાળી બતાવ્યું છે.’

Advertisement

26 જાન્યુઆરી 1950માં ભારત ગણતંત્ર બન્યું હતું

અત્યારે ભારતભરમાં 26 જાન્યુઆરીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ભારત આજે 26 જાન્યુઆરી 2024 સે પોતાનો 75મો Republic Day મનાવી રહ્યું છે. સરળ ભાષામાં વાત કરીએ 26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન તૈયાર થયું અને ભારત ગણતંત્ર બન્યું હતું.

Advertisement

નડાબેટ ખાતે BSF IG અભિષેક પાઠક મુખ્ય મહેમાન બન્યા

બનાસકાંઠાના નડાબેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન BSF IG અભિષેક પાઠક મુખ્ય મહેમાન બન્યા હતા. બીએસએફના આઈજી દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપવામાં આવી હતી. બનાસકાંઠા પાકિસ્તાનની સરહરે આવેલો જિલ્લા છે. નડાબેટનો અત્યારે કરોડોના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે આજે અહીં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બીએસએપ આઈજી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: બનાસકાંઠા નડાબેટ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, BSF IG બન્યા મુખ્ય મહેમાન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.