દેશના સૌથી મોટા GST કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
સુરત શહેર ની ઇકોસેલ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટીમ વર્ક કરી મુખ્ય આરોપી સુફિયાન કાપડિયા ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે.કુલ 2 હજાર 700 કરોડ ની GST ચોરી નો આરોપી છે સુફીયાન,જે લાંબા સમય થી પોલીસ થી...
સુરત શહેર ની ઇકોસેલ અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટીમ વર્ક કરી મુખ્ય આરોપી સુફિયાન કાપડિયા ની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે.કુલ 2 હજાર 700 કરોડ ની GST ચોરી નો આરોપી છે સુફીયાન,જે લાંબા સમય થી પોલીસ થી નાસ્તો ફરતો હતો.
પોલીસ ના જણાવ્યા પ્રમાણે પોલીસે ઓકટોબર માં ટાસ્ક આપવામાં આવ્યો હતો,જેમાં ગત ઓક્ટોબર મહિનામાં રાજ્ય સહીત ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દેશ સહિત રાજ્યભરમાં ચાલતા જીએસટીના કરોડો રુપિયાના બોગસ બિલિંગ મામલે વિવિધ પેઢીઓમાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું, ચેકીંગ દરમિયાન પોલીસ પોતે પણ ચોકી ઉઠી હતી,આ મામલે અગાઉ પણ પોલીસ કમિશ્નર અજય તોમર એ જણાવ્યું હતું કે રાજ્યના અમદાવાદ વડોદરા, સુરત,જામનગર,ભાવનગર અને રાજકોટ ખાતે જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી,જે બાદ પોલીસે ટીમ બનાવી દરોડા પડ્યા અને તે દરમિયાન પોલીસને અલગ અલગ નામના ખોટા જીએસટી બિલિંગ મળી આવ્યા હતા.એ સમયે પોલીસે સૌ પ્રથમ વખત બે આરોપીની ધરપકડ કરી હતી, ત્યાર બાદ એક પછી એક કુલ 19 જેટલા આરોપીઓ ઝડપાયા હતા.આ પ્રકાર માં હવે મુખ્ય આરોપી ની ધરપકડ કરાઈ છે.આ તમામે 2700 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લઈ સરકારની તિજોરીને મોટો ફટકો માર્યો હતો.
દેશ ના સોથી મોટા જીએસટી કોભાંડ માં પોલીસ ટીમો બનાવી ને કામે લાગી હતી,જીએસટી કોભાંડ માં પોલીસે થોડા દિવસ પહેલા જ મુખ્ય સૂત્રધાર આરોપી ઉસ્માન ગની રફીકભાઇ કટાણીની ભાવનગર થી ઘરપકડ કરી હતી.આ કેસમાં એક પછી એક વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.આ તમામ આરોપીઓ દ્વારા બોગસ કંપનીઓ થકી બિલ બનાવીને કરોડોની કરચોરી કરવામાં આવતી હતી,બોગસ બિલિંગ કૌભાડના ખેલમાં સામાન્ય લોકો ને નજીવા રૂપિયા આપીને ઉપયોગ કરાતો હતો.કેટલાક શાતિર શખ્સો શ્રમજીવી, રીક્ષા કે ગલ્લાવાળાના આધારકાર્ડ અને પાનકાર્ડ થોડા રૂપિયાની લાલચ આપીને લઈ લેતા હતા. આ દસ્તાવેજના આધારે બોગસ કંપનીઓ થકી બિલ બનાવીને કરોડોની કરચોરી કરવામાં આવતી હતી.
રાજ્ય વ્યાપી 2700 કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાંચના ઇકોસેલે મુખ્ય સૂત્રધાર એવા 35 વર્ષીય ઉસ્માનગની કટાણીને ભાવનગરથી ધરપકડ કરી હતી. અગાઉ પકડાયેલા આનંદ પરમાર, ફૈઝલ ખોલીયા, આફતાબ સોલંકી સાથે મળી જીએસટી પેઢીઓના બિલોની હેરાફેરી કરી હતી.496 કરોડના બોગસ બિલોના કેસમાં પણ સુફિયાન આરોપી સંડોવાયેલો હતો. આ રેકેટના સૂત્રધાર આલમ શેખ ,સુફીયાન કાપડીયા,ઉસ્માન બગલા, સજ્જાદ ઉજાની છે.જેમની ધરપકડ બાદ ઈકોસેલે રેઇડ દરમિયાન લેપટોપ-16, મોબાઇલ-25, રોકડ 2.24 લાખ, સીપીયુ-3, હાર્ડડીસ્ક-2, એટીએમ-24, પાનકાર્ડ-6, અલગ અલગ પેઢીઓના સીક્કા-69 ચેકબુકો-19 કબજે કરી હતી.
સમગ્ર મામલે એસીપી વિરજીતસિંહ પરમાર એ જણાવ્યું હતું કે, આખા કેસની તપાસમાં 1500 થી વધુ કંપનીઓ સામે આવી હતી જેમાંથી 1300 કંપનીઓ ગુજરાતની અને 250 થી વધુ કંપનીઓ ગુજરાત બહારની હતી આ તમામ કંપની ઓમાંથી જીએસટી ચોરી કરવામાં આવી હતી જેનો આંકડો 2700 કરોડ સુધી પહોંચી ગયો હતો આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.હાલ તમામ ને જેલ ભેગા કરાયા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – રાબિયા સાલેહ સુરત
Advertisement