અજાણ્યા ઇસમોની મિત્રતા પડી ભારે, 4 દિવસમાં મિલાપ મોતને ભેટ્યો
અહેવાલ - સાબિર ભાભોર, દાહોદ
દાહોદના મિલાપ શાહની હત્યાનો દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી હત્યારાને મુંબઈથી ઝડપી પાડી જેલ હવાલે કર્યા
સુરજ કેશી સહિત ચાર યુવકોની ધરપકડ
અજાણ્યા વ્યક્તિ સાથે દોસ્તી અને ઘરોબો કેળવવો જોખમી સાબિત થઈ શકે તેવો કિસ્સો દાહોદમાં સામે આવ્યો છે.દાહોદના દેસાઈવાડ વિસ્તારમાં રહેતો મિલાપ શાહ નામનો યુવક ઇમિટેશન જવેલરીનો ધંધો કરે છે.અને ગત 25 ઓક્ટોબરના રાત્રે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થયા હતા.અને 26 ની મોડી રાત્રે મિલાપનો છરી ના ઘા ઝીંકી હત્યા કરેલ મૃતદેહ તેની માસીના જ ઘરમાંથી મળતા સૌ કોઈ ચોકી ઉઠ્યા હતા.અને બનાવની ગંભીરતા ધ્યાને રાખી દાહોદ એસપીએ ડિવિઝન પોલીસ,એલસી.બી,એસઓજી સહિતની પોલીસ ટીમો તપાસમાં જોતરાઈ હતી.જેમાં દાહોદની સ્કાયડાઈન હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતાં નેપાળી યુવકો સાથે મિલાપ સીસીટીવીમાં કેદ થયો હતો.જેને પગલે પોલીસે નેપાળી યુવકોની શોધખોળ હાથ ધરી હતી.તે દરમિયાન એક નેપાળી યુવકનો મૃતદેહ મુંબઈના પાલઘર ખાતેથી ટ્રેનના પાટા ઉપરથી મળ્યો હતો.પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો દોર લંબાવ્યો હતો અને વલસાડ પોલીસ તેમજ મહારાષ્ટ્ર પોલીસની મદદ વડે મુંબઈ ખાતેથી હત્યા કરનાર સુરજ કેશી સહિત ચાર યુવકોની ધરપકડ કરી હતી.
સુરજે દાગીના લૂંટવા માટે હત્યા કરી હોવાની કબૂલાત કરી
આકરી પૂછપરછમાં સુરજે દાગીના લૂંટવા માટે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પ્રિ પ્લાનિંગના ભાગરૂપે સુરજ કેશી તેની સાથે નોકરી કરતાં બે યુવકો સાથે દાહોદની જ એક દુકાન માથી મોટા છરાની ખરીદી કરવા ગયો હતો.ત્યારબાદ બધા અલગ અલગ મુંબઈ રવાના થઈ ગયા હતા.સુરજ કેશી મિલાપ શાહને મિત્રના ભાવે મિલાપના જ માસીના ઘરે લઈ ગયો હતો.જે ફ્લેટ બંધ રહેતો હતો પરંતુ ચાવી મિલાપ પાસે રહેતી હતી.દાગીના લૂંટવાના પ્રયાસમાં બંન્ને વચ્ચે ઝપાઝપી થતાં સુરજે છરાના ઉપરા ઉપરી 10 થી વધુ ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.અને શરીર ઉપર પહેરેલા 3.84 લાખની કિમત સોનાના દાગીના લઈ ફ્લેટને બહાર થી સ્ટોપર મારી મુંબાઇ ભાગી ગયો હતો.મુખ્ય ત્રણ આરોપી પૈકી એકનું પાલઘર ખાતે મોત થયું છે.જ્યારે અન્ય બે યુવકોની શંકાના આધારે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
દાગીના લૂંટવાનો પ્લાન ઘડી પ્લાનિંગ સાથે હત્યા કરી
21 ઓકટોબરે મૃતક મિલાપ શાહ પરિવાર સાથે સ્કાયડાઈન હોટલમાં જમવા ગયો હતો.જ્યાં વેઇટર તરીકે કામ કરતાં સુરજ કેશી સાથે મુલાકાત થઈ હતી.અને નંબરની આપ લે કરી બંને જણા ત્યારથી જ સંપર્કમાં આવ્યા હતા.અને મિલાપને સોનાની ચેઈન,વીંટી,પોચી જેવા ઘરેણાં પહેરેલા જોઈ આ દાગીના લૂંટવા માટેનો પ્લાન ઘડી પ્લાનિંગ સાથે હત્યા કરી નાખી લૂંટ ચલાવવામાં આવી એટ્લે અજાણ્યા વ્યક્તિ સાથે દોસ્તી કર્યા ના ચાર દિવસમાં જ મિલાપને મોત મળ્યું હતું.
આ પણ વાંચો - તોડકાંડની તપાસના સૂત્રધાર IG મોથલિયાને કોણ છાવરે છે ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.