Dahod : નકલી કચેરી મામલે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરની કરાઈ ધરપકડ
અહેવાલ---સાબિર ભાભોર, દાહોદ
નકલી કચેરી મામલે નિવૃત્ત આઈએએસની ધરપકડ બાદ આજે પોલીસે સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.
આઈએએસ અધિકારી બી.ડી નિનામાની પણ સંડોવણી
દાહોદ જિલ્લામાં છ નકલી કચેરી ખોલી 18.59 કરોડનું કૌભાંડ આચારનાર સંદીપ રાજપૂતની ધરપકડ બાદ સમગ્ર કૌભાંડમાં દાહોદ જિલ્લાના પૂર્વ પ્રાયોજના વહીવટદાર અને નિવૃત્ત આઈએએસ અધિકારી બી.ડી નિનામા ની પણ સંડોવણી સામે આવતા પોલીસે બી.ડી નિનામા ની ધરપકડ કરી હતી.
કાર્યપાલક ઈજનેર આઈ.એન.કોલચાની પણ સંડોવણી
સમગ્ર કૌભાંડ મામલે પોલીસ દ્રારા નકલી કચેરી મામલે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે ત્યારે પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર આઈ.એન.કોલચાની પણ સંડોવણી સામે આવતા આજે પોલીસે કાર્યપાલક ઇજનેરની ધરપકડ કરી હતી. કાર્યપાલક ઇજનેરની ધરપકડ થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે આઈ એન કોલચા ની ધરપકડ કરી વધુ પુછપરછ તેમજ રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
કેટલાય અધિકારીઓ અને નેતાઓના નામ પણ ખુલે તેવી આશંકા
ઉલ્લેખનીય છે આટલું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધી નકલી અધિકારી બનેલ સંદીપ રાજપૂત, તેમજ બેન્કો માં ખાતા ખોલાવવા સહિત તમામ જગ્યાએ વ્યવહાર સાચવનાર અંકિત સુથારની ધરપકડ બાદ નિવૃત આઈએએસ બી.ડી.નિનામા અને કાર્યપાલક ઇજનેર આઈ.એન. કોલચાની ધરપકડ બાદ હજુ પણ કેટલાય અધિકારીઓ અને નેતાઓના નામ પણ ખૂલે તેવી આશંકાઓ રહેલી છે.
આ પણ વાંચો----AHMEDABAD : વધુ એક વખત નશાકારક કફ સીરપ બનાવવાનો જથ્થો પકડાયો