Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના આ યુવકની પેઈન્ટિંગની ખૂબ જ વધી છે ડિમાન્ડ, જાણો કેમ

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી તો કહેવામા જ આવે છે. પરંતુ સાથે સાથે સુરતનો જરી ઉદ્યોગમાં ખૂબ જ વિખ્યાત છે. ત્યારે સુરતની ઓળખ સમાન જરી હવે આર્ટમાં પણ જોવા મળશે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરતના એક યુવક...
સુરતના આ યુવકની પેઈન્ટિંગની ખૂબ જ વધી છે ડિમાન્ડ  જાણો કેમ

સુરતને ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સીટી તો કહેવામા જ આવે છે. પરંતુ સાથે સાથે સુરતનો જરી ઉદ્યોગમાં ખૂબ જ વિખ્યાત છે. ત્યારે સુરતની ઓળખ સમાન જરી હવે આર્ટમાં પણ જોવા મળશે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરતના એક યુવક દ્વારા ઝરીનો ઉપયોગ કરીને અવનવી પેન્ટિંગ તૈયાર કરવામાં આવે છે. કોરોના મહામારીના લોકડાઉન સમયમાં જરી ઉદ્યોગમાં જે વેસ્ટેજ જરી હોય છે તેનો ઉપયોગ કરીને પેઇન્ટિંગ આર્ટ બનાવવાની શરૂઆત કરી હતી. આજે આ યુવકની પેઇન્ટિંગની ડિમાન્ડ ખૂબ જ વધારે છે, કારણ કે જરીથી આ યુવક લોકોના ફેસની પ્રતિકૃતિ પણ તૈયાર કરે છે.

Advertisement

પોતાના સમયનો સદઉપયોગ કરીને અનોખું આર્ટ તૈયાર કર્યું

લોકો ઘણો સમય મોબાઇલમાં અલગ અલગ રિલ્સ કે, પછી વીડિયો જોવામાં વેડફી નાખતા હોય છે. પરંતુ ઘણા એવા લોકો છે તે સમયનો ઉપયોગ કરીને પોતાનું કરિયર પણ બનાવી શકે છે. ઘણા લોકોએ આ સમયનો સદુપયોગ કરીને ક્રિએટિવ કાર્યોની શરૂઆત પણ કરી છે. ત્યારે સુરતના વિપુલ જેપીવાલા નામના યુવકે પણ પોતાના સમયનો સદઉપયોગ કરીને અનોખું આર્ટ તૈયાર કર્યું છે. સુરતમાં વિપુલ જેપીવાલા નામનો આ યુવક જરીમાંથી ખૂબ જ આકર્ષક પેઇન્ટિંગ તૈયાર કરે છે. મહત્વનું છે કે, લોકો રંગથી ચિત્રો તૈયાર કરતા હોય છે. ત્યારે આ વિપુલ જરીમાંથી આકર્ષક પેઇન્ટિંગ તૈયાર કરે છે. કોરોનાના લોકડાઉન સમય દરમિયાન ઘણા લોકોએ પોતાનો સમય પરિવાર સાથે ગેમ રમવામાં અથવા તો અન્ય પ્રવૃત્તિ કરવામાં ગાળ્યો હતો. ત્યારે વિપુલે સુરતની ઓળખ સમાન જરીને આર્ટમાં ઉપયોગી બનાવી જરીઆર્ટનું નિર્માણ કર્યું હતું.

Advertisement

જરીઆર્ટનું કામ સંપૂર્ણ રીતે શીખવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો

વિપુલ નામના યુવકે વેસ્ટ જરીમાંથી એક પેઇન્ટિંગ તૈયાર કર્યું અને બસ આ એક પેઇન્ટિંગ બનાવવામાં સફળતા મળતા તેને અત્યાર સુધી ઘણા પેન્ટિંગ તૈયાર કર્યા છે. વિપુલ જેપીવાલાએ એક્ટર પ્રભાસથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના લોકોના પોટ્રેટ તૈયાર કર્યા છે. વિપુલ જેપીવાલાને જરીઆર્ટનું કામ સંપૂર્ણ રીતે શીખવામાં 8 મહિના જેટલો સમય લાગ્યો હતો. શરૂઆતમાં તે કાગળ પર એક ચિત્ર બનાવતા હતા. અને શરૂઆતમાં એક ચિત્ર બનાવવા માટે ત્રણથી ચાર દિવસનો સમય લાગતો હતો અને ત્યારબાદ ખૂબ જ ઝીણવટ ભરી રીતે તેના પર જરી કામ કરવાનું હોય છે. ત્યારબાદ આજ કામમાં વિપુલ જેપીવાલા અને આજે ગણતરીના સમયમાં જ તે જરીમાંથી એક પેઇન્ટિંગ તૈયાર કરી દે છે.

Advertisement

આ પણ વાંચો - સ્મીમેર હોસ્પિટલના MICU-1 ને તાળા લાગતા દર્દીઓ અટવાયા, ગરીબ દર્દીઓ અન્ય Hospital માં સારવાર કરાવવા થયા મજબૂર

આ પણ વાંચો - Surat : જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક, રહેણાંકી વિસ્તારમાં પાણી ભરાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – આનંદ પટણી

Tags :
Advertisement

.