Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભાની ચુંટણી સંદર્ભે સાબરકાંઠા કોંગ્રેસની કોર કમિટી મળી

લોકસભાની ચુંટણી તારીખો જાહેર થવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપની સામે ઉમેદવારો ઉભા રાખવા માટે કોંગ્રેસે વ્યુહ રચના તૈયાર કરી દીધી છે. જેના ભાગરૂપે સોમવારે હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી અને જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોર કમિટી અંગેની...
લોકસભાની ચુંટણી સંદર્ભે સાબરકાંઠા કોંગ્રેસની કોર કમિટી મળી

લોકસભાની ચુંટણી તારીખો જાહેર થવાની તૈયારીમાં છે. ત્યારે ભાજપની સામે ઉમેદવારો ઉભા રાખવા માટે કોંગ્રેસે વ્યુહ રચના તૈયાર કરી દીધી છે. જેના ભાગરૂપે સોમવારે હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રભારી અને જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોર કમિટી અંગેની મીટીંગ યોજાઈ હતી.

Advertisement

પ્રમુખ અશોકભાઈ પટેલ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોર કમિટીની મીટીંગ યોજાઈ

જેમાં આગામી તા.૮ માર્ચના રોજ દાહોદથી ગુજરાતના આઠ જિલ્લામાં ભ્રમણ કરનાર રાહુલ ગાંધીની આગેવાની નીચે આવી રહેલી ભારત જોડો યાત્રાનું દાહોદમાં થનારા સ્વાગત પ્રસંગે સાબરકાંઠા ર૦૦થી વધુ કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો દાહોદ જશે. આ કોર કમિટીમાં કોંગ્રેસના અગ્રણી અને પુર્વ વિધાનસભાના ઉમેદવાર કમલેશભાઈ પટેલ, રામભાઈ સોલંકી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. આ બેઠકમાં લોકસભા સાબરકાંઠા બેઠકના કેટલાક સંભવિત ઉમેદવારોની યાદી પ્રદેશમાં મોકલી અપાઈ હોવાની જાણકારી રજુ કરાઈ હતી.

Advertisement

ભારત જોડો ન્યાયયાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી રહી

આ સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ એ જણાવ્યું હતું કે, ભારત જોડો ન્યાયયાત્રા 7 માર્ચના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે. ત્યારે સાબરકાંઠાના કોંગ્રેસ કાર્યકરો આ યાત્રામાં જોડાશે. જોકે જિલ્લામાં થયેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માગણી સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી 2024 ને લઈ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠનને લઈ બંધ બારણે જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ નાથાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી.

Advertisement

સાથે કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભાજપના ઉમેદવારને ફાઈટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરાવ્યું હતું. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટી બેઠકમાં તાજેતરમાં થયેલ માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માગણી કરવામાં આવી હતી. દાહોદથી ગુજરાતમાં પ્રવેશી રહેલી ભારત જોડો ન્યાયયાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લામાંથી 250 કાર્યકરો યાત્રામાં જોડાવા મોકલવા નક્કી કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બંધબારણે યોજાયેલી કોર કમીટીની મિટિંગમાં સાબરકાંઠા જિલ્લાના પ્રભારીઓ કાંતિભાઈ ખરાડી, દિનેશભાઇ ગઢવી, કોંગ્રેસ વિધાનસભા પૂર્વ ઉમેદવાર કમલેશભાઈ પટેલ, રામભાઈ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિત કોંગ્રેસ કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : PANCHMAHAL : સાંકલી આંટા ગામમાં સરકારે આજ દિન સુધી આરોગ્ય સબ સેન્ટર બનાવવાની તસ્દી ન લીધી

Tags :
Advertisement

.