Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tapi : RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા, મૃતદેહ ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ ફરાર!

તાપીમાં (Tapi) RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યાના મામલો સામે આવ્યો છે. કુંભીયા ગામના RTI એક્ટિવિસ્ટની (RTI activist) હત્યા કરાયેલી લાશ કોસંબિયા ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાલોડ પોલીસે (Valod police) મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે...
tapi   rti એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યા  મૃતદેહ ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ ફરાર
Advertisement

તાપીમાં (Tapi) RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકરની હત્યાના મામલો સામે આવ્યો છે. કુંભીયા ગામના RTI એક્ટિવિસ્ટની (RTI activist) હત્યા કરાયેલી લાશ કોસંબિયા ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. વાલોડ પોલીસે (Valod police) મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે સુરત મોકલ્યો છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, વાલોડ પોલીસ અને LCB એ આ કેસમાં એક શકમંદની પૂછપરછ પણ આદરી છે.

તાપીના (Tapi) કુંભીયા ગામના RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર સુધીર ઉર્ફે પીન્ટુ ચૌધરીની (Sudhir Chaudhary) હત્યા કરેલી લાશ કોસંબિયા ગામની (Kumbhiya village) સીમમાંથી મળી આવી છે. આ મામલે જાણ થતા વાલોડ પોલીસ અને LCB ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લાશનો કબજો લઈ મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરવા માટે સુરત (Surat) મોકલ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, સુધીરભાઈ ચૌધરીની અજાણ્યા ઇસમો દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવી છે. હત્યાના પુરાવા નાશ કરવા અને હત્યા કરેલી લાશને ઝાડી ઝાંખરામાં ફેંકી હત્યારાઓ નાસી છૂટ્યા હોવાનું મનાઈ રહ્યું છે.

Advertisement

Advertisement

આ કેસમાં એક શકમંદની પૂછપરછ

માહિતી મુજબ, આ મામલે વાલોડ પોલીસ અજાણીયા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. વાલોડ પોલીસ અને તાપી એલસીબીની (Tapi LCB) ટીમ દ્વારા આ કેસમાં એક શકમંદની પૂછપરછ કરવામાં આવી હોવાની માહિતી પણ સામે આવી છે. જો કે, RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર સુધીર ઉર્ફે પીન્ટુ ચૌધરીની હત્યા કેમ કરવામાં આવી તે પાછળનું કારણ હાલ પણ અકબંધ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું – શહેરમાં બનતી દરેક ઘટના…

આ પણ વાંચો - Bharuch : ઘરનો દરવાજો ખખડાવી અજાણી વ્યક્તિએ યુવક પર કેરોસીન છાંટી સળગાવ્યો

આ પણ વાંચો - BHARUCH : હાંસોટ પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવતા સમયે ગોળી છૂટતા બે ઘાયલ

Tags :
Advertisement

.

×