Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : વિદ્યાર્થીઓ ભરેલી વાને મારી હતી પલટી, પોલીસે કરી સ્કૂલ વાન ચાલકની ધરપકડ

SURAT : આજે વહેલી સવારે કીમ ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર કીમ નજીક મુળદ પાટિયા પાસે એક શાળાના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી ગઈ હતી ,વાન માં 9 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. વાન કીમથી શાળાના બાળકો લઇ નજીકના બોલાવ ગામે વધુ...
surat   વિદ્યાર્થીઓ ભરેલી વાને મારી હતી પલટી  પોલીસે કરી સ્કૂલ વાન ચાલકની ધરપકડ

SURAT : આજે વહેલી સવારે કીમ ઓલપાડ રાજ્ય ધોરી માર્ગ પર કીમ નજીક મુળદ પાટિયા પાસે એક શાળાના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી ગઈ હતી ,વાન માં 9 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. વાન કીમથી શાળાના બાળકો લઇ નજીકના બોલાવ ગામે વધુ વિદ્યાર્થીઓને લેવા માટે જઈ રહી હતી તે દરમ્યાન સર્જાયો અકસ્માત જેમાં 9 પૈકીના 6 વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત ,4 ને પ્રરાથમિક સારવાર બાદ રજા આપી દેવાઈ . જયારે 2 વિદ્યાર્થીઓ હજુ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા હાલ વાન ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

શું હતી સમગ્ર ઘટના

આજે વહેલી સવારે ઓલપાડના મુળદ ગામે આવેલ વી કેર ઇન્ટરનેશનલ નામની શાળાના વિદ્યાર્થીઓ ભરીને એક ખાનગી વાન ચાલક નજીકના બોલાવ ગામ ખાતે અન્ય વિદ્યાર્થીઓ લેવા માટે જઈ રહ્યો હતો. આ દરમ્યાન કીમ નજીક મુળદ પાટિયા પાસે સામેથી આવી રહેલા અન્ય એક શાળાના બસ ચાલક એ બસ અંદરના રોડ પર વાળી લેતા વાન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને વાન રોડ બાજુ માં પલટી મારી ગઈ હતી. વાનમાં કુલ ૯ બાળકો સવાર હતા જે પૈકીના 6 બાળકો ઈજાગ્રસ્ત થયા હતા ,જે તમામ 6 બાળકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી 4 બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. જયારે બે બાળકોને વધુ સારવાર અર્થે SURAT હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

અકસ્માત બાદ વાન ચાલકે પોતાની અકસ્માતગ્રસ્ત વાન લોકોની નજરથી બચાવવા માટે એક ખુલ્લી જગ્યામાં પાર્ક કરી જાતે પોલીસ મથકે પહોંચ્યો હતો. જયારે બીજી તરફ શાળા સંચાલકોએ વાન ખાનગી હોવાનું અને વાન ચાલકોને વારંવાર સૂચના આપી હોવા છતાં વાન ચાલકો બેફામ રીતે વાહન હંકારતા હોવાનું કહી પોતાના હાથ ખંખેરી લીધા હતા. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ નહતી ,જોકે ઘટનાના CCTV વાયરલ થતા એક તબ્બકે શાંતિથી બેઠેલી પોલીસ પણ દોડતી થઇ હતી.

પોલીસે વાન ચાલકની કરી ધરપકડ

Advertisement

ઘટનાના CCTV વાયરલ થતા દોડતી થયેલી પોલીસે SURAT હોસ્પિટલ જઈ ઈજાગ્રસ્ત બાળકના પિતાની ફરિયાદ લીધી હતી અને ઈજાગ્રસ્ત વાન ચાલકને હોસ્પિટલ સારવાર બાદ ધરપકડ કરી હતી. સુરત જીલ્લા પોલીસે લોકોને અપીલ પણ કરી હતી કે બિન અધિકૃત વાહનોમાં પોતાના બાળકોને ન મોકલે અને જે વાનમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડવામાં આવતા હોય એવી વાનમાં બાળકોને નહી મોકલવા ,ચાલકના ચરિત્રનું સર્ટીફીકેટ આપવામાં આવે તેમજ પોલીસ દ્વારા વારંવાર ડ્રાઈવ ચલાવવામાં આવશે અને આવા વાહન ચાલકો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે.

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો : GPSC: વર્ગ – 1/2 ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશ ખબર, મુખ્ય લેખિત પરીક્ષાની તારીખો જાહેર

Tags :
Advertisement

.