Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : ઓલપાડના સરસ ગામે હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત

રંગોનો તહેવારની હોળી સમગ્ર દેશ માં ઉજવાય છે. પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે.ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત...
surat   ઓલપાડના સરસ ગામે હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની પરંપરા હજુ જીવંત

રંગોનો તહેવારની હોળી સમગ્ર દેશ માં ઉજવાય છે. પરંતુ સુરતના એક ગામડામાં હોળી તદ્દન અલગ જ પ્રકારે ઉજવવામાં આવે છે.ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. સરસ ગામની હોળીના દર્શન કરવા તાલુકા બહારથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શ્રદ્ધામાં ગળાડૂબ લોકોને અંગારામાં ચાલતા જોઈ તમે પણ આશ્ચર્ય ચકિત થઇ જશો.

Advertisement

ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે

ઓલપાડના સરસ ગામમાં આ પ્રણાલિકા વર્ષોથી ચાલી આવી રહી છે .હોળીનો પર્વ એટલે બુરી શક્તિ પર સારી શક્તિનો વિજયનો દિવસ પણ સુરત સહેર થી 35 કિલોમીટર દુર આવેલા એક નાનકડા ગામડામાં વર્ષોથી ચાલી આવેલી એક પ્રથા લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બની છે,આ પ્રથાને અંધ શ્રધા કહો કે શ્રધા પણ આ ગામડામાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખુબ ધામધૂમ થી હોળીની ઉજવણી કરે છે,જ્યારે હોળીકા દહન બાદ ત્યાંના લોકો પાચથી છ સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. પાચ વર્ષના બાળકથી લઇ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે.વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે.

Advertisement

ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પરેજ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પરેજ જીવન વિતાવે છે સરસ ગામના લોકોને પર આવીજ કઈ શ્રદ્ધા હોળીના પર્વ પર છે વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળીકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે ઓલપાડ ગામના લોકોજ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પર હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે. સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે તે નજારો આંખે વિસ્વાસના થાય તેવો લાગે છે. આ નજારો જોવા માટે પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. સુરત સહિત આજુ બાજુના જિલ્લાના લોકો હોળી માતાના ધગધગતા અંગારા પર ચલાતા લોકોને જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

Advertisement

સરસ ગામેં બાપ-દાદાના વખતથી ચાલી આવેલી પરંપરા હજુ જીવંત છે. આજે ગામજનો ચાલે છે તેમજ બહારની વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક ચાલી શકે છે. સરસ ગામમાં જ નહીં પરંતુ સુરત જિલ્લાના કોઈ પણ ગામમાં હોળીના દિવસે પ્રગટાવેલ દેવતામાં ચાલી શકીએ છે. જે હોળી માતાની શ્રદ્ધા છે. હોળીના દેવતાના અંગારા પર જ વર્ષમાં એકવાર ચાલી શકાય છે પરંતુ હોળીના દિવસ સિવાય આ આગના દેવતા પર ચાલી શકાતું નથી.

અહેવાલ - ઉદય જાદવ 

આ પણ વાંચો : અહી સ્મશાન યાત્રા કાઢીને અનોખી રીતે કરાય છે હોળીની ઉજવણી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.