Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

surat: ભારે પવન ફૂંકાતા પબ્લિસિટીના હોર્ડિંગ્સ ઉડ્યા, લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ

સુરતમાં બિપોરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જેના કારણે શહેરમાં લાગેલા બેનર, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. શહેરના અઠવાગેટ સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ્સ ધરાશાય થયા હતા. જેના પગલે...
surat  ભારે પવન ફૂંકાતા પબ્લિસિટીના હોર્ડિંગ્સ ઉડ્યા  લોકોને સાવચેત રહેવા તંત્રએ કરી અપીલ

સુરતમાં બિપોરજોય વાવાઝોડાની (Cyclone Biparjoy) અસર ગુજરાતમાં શરૂ થઈ ચૂકી છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જેના કારણે શહેરમાં લાગેલા બેનર, હોર્ડિંગ્સ તૂટવાના બનાવો સામે આવ્યા છે. શહેરના અઠવાગેટ સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ્સ ધરાશાય થયા હતા. જેના પગલે તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

Advertisement

જોખમી બોર્ડ બેનર હજી પણ આપી રહ્યા છે અકસ્માતને નોતરું
તંત્ર દ્વારા અગાઉ અપીલ કરવામાં આવી હતી કે શહેરમાં લાગેલા જોખમી બોર્ડ-બેનર અને હોર્ડિંગ્સ ઉતારી લેવા જોઈએ. જો કે, હજી પણ ઘણા પબ્લિસિટીના માલિકો દ્વારા બોર્ડ બેનર ઉંચી ઈમારતો અને રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. ત્યારે આ જોખમી બોર્ડ-બેનર લોકો પર ક્યારે તૂટી પડે અને જીવનું જોખમ સર્જાય તેમાં શંકાને સ્થાન નથી

Advertisement

લોકોએ પોતાના જીવના જોખમે પ્રવાસ ન કરવો

વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડા અગાઉથી જ અપીલ કરવામાં આવી રહી છે કે, લોકોએ પોતાના જીવના જોખમે પ્રવાસ ન કરવો, તથા દરિયા કાંઠે ન જવું. સાથે જ કામ વગર બહાર પણ ન નીકળવું કારણ કે હાલ જે ઝડપાઈ રહ્યો છે. તેના કારણે જીવને જોખમ ઊભું થઈ શકે છે. ત્યારે હજુ પણ પવનની ગતિ વધે તો આ પ્રકારના બોર્ડ બેનર ખાના ખરાબી સર્જી શકે તેમ છે.

Advertisement

હાલમાં વાવાઝોડાનો સૌથી વધુ અસર સૌરાષ્ટ્રમાં થવાની સંભાવના છે. હાલ પોરબંદરના દરિયામાં ઉંચા મોજાં ઉછળી રહ્યા છે દરિયાના રોદ્ર સ્વરૂપને જોતાં લોકોને દરિયા તરફન જવાની પણ અપીલ કરાઈ છે. તો બીજી તરફ દ્વારકાના દરિયાની પણ સ્થિતિ એવી જ છે. 20 ફૂટથી વધુ ઉંચા મોજાં ઉછળતા ભેખડ ધસી પડી હતી. આ તરફ જૂનાગઢના માંગરોળમાં દરિયાની સ્થિતિ જોવા લોકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અમરેલીના રાજુલામાં દરિયાને શાંત પાડવા પ્રાર્થના કરાઈ.

આપણ વાંચો-ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ કરી દરિયાની પૂજા, વાવાઝોડાનું સંકટ ટાળવા કરી પ્રાર્થના

Tags :
Advertisement

.