Surat News : આત્મહત્યા કરનાર પરિણીતાની વ્હારે આવી પોલીસ, કર્યું કંઇક આવું...
સુરત ગ્રામ્ય પોલીસ નું વધુ એક માનવતા ભર્યું અભિગમ સામે આવ્યું છે,સુરત જિલ્લા ના મહુવા તાલુકાના ઘડોઇ ગામની એક પરિણીતા એ પોતે આત્મહત્યા કરવાની હતી અને આત્મહત્યા કરવા પહેલા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી,ગ્રામ્ય પોલીસના સાયબર સેલ ને ધ્યાન પર આવતા તાત્કાલિક પરણીતાનું લોકેશન ટ્રેસ કરી આત્મહત્યા કરે તે પહેલા પોલીસ ઘરે પહોંચી ગઈ હતી,અને પરણીતાને સમજાવી હતી તેમજ ઘરમાં આર્થિક તંગી ઊભી થતા આ પગલું ભરવાની હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ પણ આપી એક માનવતાનું ઉત્તમ કાર્ય પૂરું પાડ્યું હતું.
આમ તો ખાખી માટે સૌ કોઈ એક જ નજરથી જોતા હોય છે. પરંતુ આ જ ખાખી નું બીજું એક પાસુ સુરત જિલ્લાની માં જોવા મળ્યું હતું. જેમાં સુરત ગ્રામ્ય પોલીસે એક પરણીતાને આત્મહત્યા કરતા તો અટકાવી. પરંતુ સાથે સાથે પારિવારિક રીતે મદદ પણ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટના એ હતી કે સુરત જિલ્લાનો આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા તાલુકાના આ ઘટના બની હતી . મહુવા તાલુકાના ઘડોઈ ગામે એક પરિણીતાએ આજે પોતે પોતાના ઘરમાં જ આત્મહત્યા કરનાર હોવાનું જણાવીને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જોકે આ પોસ્ટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ ને ધ્યાને આવી હતી. પોલીસે તપાસ કરતા આ પરિણીતા સુરત જિલ્લાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પરણીતાના સોશિયલ મીડિયા ના એકાઉન્ટ પરથી નંબર મેળવી તેનો સંપર્ક કરવાનો શરૂ કર્યું હતું. અને વાતચીત કરતા આ પરણેતાનું લોકેશન સુરત જિલ્લાના મહુવા તાલુકાનું ગામ હોવાનું સામે આવ્યું હતું.
આત્મહત્યા કરનાર મહિલા મહુવા તાલુકાના ઘડોઈ ગામની હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ એ મહિલા સાથે કોઈક રીતે વાતચીતમાં વ્યસ્ત રાખી હતી. અને વાત કરતા કરતા અને મહિલા પરણીતા આત્મહત્યા કરે પહેલા જ પોલીસે તેને ઉગારી લીધી હતી. જો કે પરણીતાના આત્મહત્યા કરવાનું કારણ પૂછતા જે કારણ પરણીતા એ જણાવ્યું એ કારણ જાણીને પોલીસ પણ બે ઘડી શબ્દ થઈ ગઈ હતી.
કારણ એ સામે આવ્યું કે પરણીતાના પતિ નું સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ હોવાને કારણે પોતાના ઘરમાં પરણીતા તેમજ તેની સાસુને ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ નહીં લાવી ખાવા પીવાનું પૂરતું અનાજ પણ નહીં ભરાવતા હોવાની રજૂ કરી હતી. વ્યસની પતિ અને ઘરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તકલીફ પડતી હોવાનું પણ પરિણીતા એ પોલીસ સમક્ષ વાત કરી હતી.જેથી પોલીસે પરણીતાના પતિને પણ ઠપકો આપ્યો હતો. અને આટલું જ નહીં પરંતુ શરૂઆતના દિવસોમાં ઘરમાં અનાજ અને જરૂરી ચીજ વસ્તુઓની તકલીફ ના પડે એ માટે પોલીસે ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ પણ ભરાવી આપી માનવતાનું ઉત્તમ કાર્ય કર્યું હતું. જેથી એક સમયે આત્મહત્યા કરવા પ્રેરાયેલ પરણેતા પોલીસનો આ માનવતા ભર્યું સ્વરૂપ જોઈને પણ ભાવવિભોર બની હતી અને પરણીતા તેમજ તેના પરિવારજનો એ પણ સુરત ગ્રામ્ય પોલીસનો આભાર માન્યો હતો.
અહેવાલ : ઉદય જાદવ, સુરત
આ પણ વાંચો : Chandrayaan 3 માટે મહત્વનું એક કમ્પોનન્ટ સુરતની એક કંપનીએ તૈયાર કર્યું