Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરમાં થાય છે બ્રેઇનવોશ ? પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

સુરતમાં (Surat) સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યા છે. 17 વર્ષીય બાળકનું બ્રેઇનવોશ કરી સાધુ માર્ગ અપનાવવા માટે દબાણ કરાતો હોવાનો અને બાળકને તેના પરિવારને મળવા ન દેતા હોવાનો ગંભીર આરોપ પરિવારજનો તરફથી લગાવવામાં આવ્યો છે. આ મામલો...
surat   સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરમાં થાય છે બ્રેઇનવોશ   પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

સુરતમાં (Surat) સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યા છે. 17 વર્ષીય બાળકનું બ્રેઇનવોશ કરી સાધુ માર્ગ અપનાવવા માટે દબાણ કરાતો હોવાનો અને બાળકને તેના પરિવારને મળવા ન દેતા હોવાનો ગંભીર આરોપ પરિવારજનો તરફથી લગાવવામાં આવ્યો છે. આ મામલો સરથાણા પોલીસ સ્ટેશને (Sarthana police station) પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પરિવારથી દૂર રાખી બાળકને સાધુ બનાવવાનો આરોપ

સુરતમાં સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર (Silver Chowk Swaminarayan Temple) સામે બાળકના બ્રેઇનવોશનો ગંભીર આરોપ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બાળકના મોટા પિતા મનુસુખભાઈ સોજીત્રાએ આક્ષેપ કરતા જણાવ્યું કે, તેમના 17 વર્ષીય બાળકને ધો. 12 ની પરીક્ષા આપ્યા બાદ સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર લઈ ગયા હતા. પરંતુ, છેલ્લા એક મહિનાથી બાળકને પરિવાર સાથે મળવા દેતા નથી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, બાળકને ધોતિયું પહેરાવી અને તિલક કરાવી સાધુ માર્ગ અપનાવવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. બાળકનું બ્રેઈનવોશ કરીને પરિવારથી દૂર રાખી સાધુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સ્વામિનારાયણ મંદિર સામે બાળકના મોટા પિતાના ગંભીર આરોપ

Advertisement

અમારો છોકરો વારસદાર માટે રાખ્યો છે : પરિવારજનો

બાળકના મોટા પિતાએ આગળ જણાવ્યું કે, સુરતનું (Surat) સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિર વડતાલ (Vadtal) તાબા હેઠળ આવે છે. આ મંદિરમાં અમારા છોકરાનું બ્રેઈનવોશ (brainwashed) કરવામાં આવ્યું છે. છોકરાની માતા નથી, પિતા છે, જે વાત માનવા બાળક તૈયાર નથી. છેલ્લા એક માસથી અમે બાળકને મળવા માટે ધક્કા ખાઈ રહ્યા છીએ. અમને અમારું બાળક પરત જોઈએ છે. અમારો છોકરો વારસદાર માટે રાખ્યો છે. આજે અમને બેહાલ કરી દીધા છે. આ મામલે સરથાણા પોલીસ સ્ટેશને (Sarthana police station) પહોંચતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : પીપલોદમાં મોંધીદાટ મર્સિડીઝ કાર પૂરઝડપે BRTS રૂટમાં ધડાકાભેર ધૂસી, જુઓ video

આ પણ વાંચો - Surat : વળગાડ કાઢવાના નામે ભૂવાના ઢોંગ ધતિંગનો Video વાઇરલ, ઘરે પોલીસ પહોંચી તો…

આ પણ વાંચો - fake mark sheet scam : નકલી માર્કશીટના મસમોટા કૌભાંડમાં આરોપી ગૌરાંગ પટેલ મુક્ત! વાંચો વિગત

Tags :
Advertisement

.