Valsad: વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો, વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતી
Valsad: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મળતી જાણકારી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદ થયા હોવાની વિગતો સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કપરાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે. આ સાથે સાથે ગિરનારા અને સુથારપાડા, વડોલી સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે.
અસહ્ય ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ લોકોને રાહત
નોંધનીય છે કે, અસહ્ય ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ થતા લોકોને રાહતનો શ્વાસ લીધો છે. એટલું જ નહીં પરંતુ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકોએ ગરમી અને બફારાથી રાહતનો અનુભવો કર્યો હતો. પરંતુ આ દરમિયાન જગતનો તાત ચિંતા કરી રહ્યો છે. કારણ કે, વરસાદ થતા કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહીં છે. નોંધનીય છે કે, જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં વરસાદ થયો છે.
વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહીં છે
ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાના છેવાડાના વિસ્તાર, કપરાડા અને આસપાસના વિસ્તાર અને ગિરનારા, સુથારપાડા, વડોલી સહિતના વિસ્તારોમાં વરસાદ થયાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, અસહ્ય ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ થયો છે. જેથી જિલ્લાભરમાં લોકોએ ગરમી અને બફારાથી અનુભવી રાહત છે. તમને જણાવી દઇએ કે, વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ થઈ છે.