Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vibrant Gujarat : PM MODI અને મહેમાનોને પીરસાશે વિશેષ વ્યંજન, વાંચો યાદી

Vibrant Gujarat : ગાંધીનગર (gandhinagar) ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024)નો પ્રારંભ થઇ રહ્યો છે. વાઇબ્રન્ટ (Vibrant Gujarat)સમિટના ઉદ્ધાટન માટે વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે અમદાવાદ આવી પહોંચશે. વાઇબ્રન્ટ ગુજરાત...
vibrant gujarat   pm modi અને મહેમાનોને પીરસાશે વિશેષ વ્યંજન  વાંચો યાદી

Vibrant Gujarat : ગાંધીનગર (gandhinagar) ખાતે મહાત્મા મંદિર કન્વેન્શન હોલમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 (Vibrant Gujarat Global Summit 2024)નો પ્રારંભ થઇ રહ્યો છે. વાઇબ્રન્ટ (Vibrant Gujarat)સમિટના ઉદ્ધાટન માટે વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રાત્રે અમદાવાદ આવી પહોંચશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ (Vibrant Gujarat) માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઇ છે. વાઇબ્રન્ટ સમિટ માટે આવનારા મહેમાનો માટે ખાસ તૈયારી કરવામાં આવી છે. મહેમાનોને ભોજનમાં વિશેષ વ્યંજન પીરસાશે.

Advertisement

ભારતીય અને ગુજરાતી વાનગીઓની થીમ આધારીત ભોજન પીરસવામાં આવશે

વાઇબ્રન્ટ માટે આવનારા મહેમાનોને ભારતીય અને ગુજરાતી વાનગીઓની થીમ આધારીત ભોજન પીરસવામાં આવશે. મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. મિલેટ્સની અલગ અલગ વાનગીઓનો પણ થાળીમાં સમાવેશ કરાયો છે તો સાથે ગુજરાતની કાઠીયાવાડી વાનગીઓ પણ પીરસવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અલગ અલગ દેશોના વડાઓ અને કંપનીઓના CEO આ વિશેષ ભોજન પીરસવામાં આવશે.

10 જાન્યુઆરી
વેલકમ ડ્રિંક્સ
1. મહારાજા સ્પેશિયલ
કેરી અને પેશન ફ્રૂટ સાથે વિશેષ ક્યુરેટેડ ડ્રિન્ક
2. શેહતૂત લેમન મડલ
મલબેરી, લીંબુ અને પુદીનાથી બનેલું વિશેષ ડ્રિન્ક
ચા અને કોફી

ડીટોક્સ ડ્રિંક્સ
1. એન્ટી ઇન્ફ્લેમેટરી
ગાજર, આદુ, બેઝિલ અને કાકડીથી બનેલું વિશેષ ડ્રિન્ક

Advertisement

2. સ્કિન રિજ્યુવિનેટર
લીંબુ, પુદીના, કાકડીથી બનેલું વિશેષ ડ્રિન્ક

હોમમેડ કૂકીઝ

Advertisement

1. સોફ્ટ સેન્ટર્ડ ચોકલેટ કૂકીઝ
2. કોકોનટ માર્ગરીટા કૂકીઝ
3. ઈંગ્લીશ ડ્રાયફ્રુટ કેક

પ્રાદેશિક વિશેષ વાનગીઓ
1. પાત્રા
2. સેવ ખમણી
3. ગાંઠિયા, ખાખરા, ફાફડા

લંચ

વેલકમ ડ્રિંક્સ
1. નીર અડાલજ
ગ્રીન એપલ, કીવી, લીચી અને કોથમીરથી બનેલું વિશેષ ડ્રિન્ક

સલાડ
રોસ્ટેડ કેશ્યુનટ બ્રોકલી એન્ડ સ્વીટકોર્ન ચાટ

મેઈન પ્લેટ્સ
1. ટ્રિપોલી મિર્ચ આલૂ લબાબદાર
2. દાળ અવધિ
3. સબ્ઝ-દમ બિરયાની
4. સ્ટીમ્ડ બાસમતી રાઈસ

ઇન્ડિયન બ્રેડસ
1. આલૂ મિર્ચ કુલચા
2. હોમમેડ ફુલ્કા
3. ફિંગર મિલેટ પરાઠા

ડેઝર્ટ્સ
1. ફોક્સટેલ-મેંગો-લીચી
2. ચીકૂ પિસ્તા હલવો
3. એક્ઝોટિક સીઝનલ ફ્રૂટ્સ એન્ડ બેરીઝ

11મી જાન્યુઆરી, 2024
વેલકમ ડ્રિંક્સ
1. કેમેલીયા બ્લોસમ
ચા અને લીંબુનું સંગમ
2. ઈટર્નલ સનરાઈઝ
તરબૂચ અને નારંગીથી બનેલો જ્યુસ

ચા અને કોફી

ફ્રેશ જ્યુસ
1. ABC - એપલ, બીટરૂટ, ગાજર
2. મિન્ટ એન્ડ મેલન
3. વોટરમેલન વિથ મિન્ટ

હોમમેડ કૂકીઝ
1. રેડ વેલ્વેટ
2. રાગી એન્ડ ફિગ કૂકીઝ
3. કેરટ એન્ડ સિનેમન કેક

પ્રાદેશિક વિશેષ વાનગીઓ
1. બાટી દાળ ખમણ
2. ગુજરાતી ખાંડવી
3. રાજભોગ શ્રીખંડ

સ્વાદિષ્ટ વ્યંજન
1. સ્પીનેચ એન્ડ રીકોટ્ટા સંબુસેક
2. નાચોઝ બાર

અહેવાલ---નિકુંજ જાની, ગાંધીનગર

આ પણ વાંચો---GLOBAL TRADE SHOW : ગુજરાતની કંપની દ્વારા AI સંચાલિત રોબોટ તૈયાર કરાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.