Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad : ગઢડાના પીપળી ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું, વાંચો આ ચોંકાવનારો કિસ્સો

અહેવાલ : ગજેન્દ્ર ખાચર, બોટાદ ગઢડાના પીપળગામે કળિયુગી પુત્રએ દાંતરડાના ઘા ઝીંકીને પિતાની કરપીણ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. મરણજનાર તેના પુત્ર ની પત્ની ને ખરાબ નજરથી જોતો હોઈ અને મરણજનાર ની પત્ની ચાર મહિના પહેલા કોઈની સાથે...
botad   ગઢડાના પીપળી ગામે પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું  વાંચો આ ચોંકાવનારો કિસ્સો

અહેવાલ : ગજેન્દ્ર ખાચર, બોટાદ

Advertisement

ગઢડાના પીપળગામે કળિયુગી પુત્રએ દાંતરડાના ઘા ઝીંકીને પિતાની કરપીણ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. મરણજનાર તેના પુત્ર ની પત્ની ને ખરાબ નજરથી જોતો હોઈ અને મરણજનાર ની પત્ની ચાર મહિના પહેલા કોઈની સાથે ભાગી ગયેલ હોઈ જેને લઈ પુત્ર સાથે બોલાચાલી કરતો હોય જેને લઈ ગુસ્સામાં આવી પુત્રએ પિતાની હત્યા કરયાનું આવ્યું સામેહાલ પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પિતા-પુત્ર વચ્ચે થતાં ઝઘડા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના વતની જેઓ હાલ પીપળ ગામે ખેતીની જમીન ભાગવી રાખી રહેતા સાવન રઘુરામ બામણીયા તેના પત્ની સાથે રહે છે.ત્યારે તેના પિતા રઘુરામ બામણીયા જેઓ કોઈ ગુન્હામાં જેલમાં ગયેલ હોય અને થોડા સમય પહેલાજ તેના દીકરા સાથે રહેવા આવેલ હોઈ ત્યારે રઘુરામ બામણીયા જેલમાં હોય ત્યારે તેના પત્ની ચાર મહિના પહેલા કોઈ સાથે ભાગી ગયેલ હોય જે બાબતની દાઝ રાખી તેના પુત્ર સાથે અવાર નવાર માથાકૂટ કરી અને બોલાચાલી કરી ઝઘડો કરતો હતો.

Advertisement

દાતરડું મારી મોત નિપજાવ્યું

તેમજ રઘુરામ તેની પુત્રની પત્નીને અવાર નવાર ખરાબ નજરથી જોતો જેને લઈ ઝઘડા થતા હોય ત્યારે ગઈકાલે રઘુરામ બામણીયા દાતરડું લઈને ઘરે બેઠા હોય અને તેના પરિવારને જાનથી મારીનાખવાની ધમકી આપેલ હોય જેને લઈ પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતા સાવન રઘુરામેં ગુસ્સામાં આવી અને દાતરડું લઈ અને તેના પિતા રઘુરામ ના ગળાના ભાગે ઉપરા છાપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરતા તેના પિતા નું મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસ શરૂ

જે બનાવ અંગે બોટાદ પોલિસ ને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોહચી અને લાશને પેનલ પીએમ માટે ભાવનગર ખસેડેલ હતી.જ્યારે મરણ જનારના ભત્રીજાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં આરોપી સાવન રઘુરામ રામે પિતાની હત્યા કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવેલ છે.

Advertisement

આ પણ વાંચો : BANASKANTHA NEWS : પૂરપાટ ઝડપે આવતી કારે પૌત્ર-દાદાને ફૂટબોલની જેમ ફંગોળ્યા, બંનેના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.