Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shankar Singh Vaghela : 'હું નરેન્દ્રભાઇ અને અમિતભાઇને કહીશ કે..'

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારુને છૂટ આપવાના સરકારના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે આટલા વર્ષે થોડી હિંમત કરી તેથી તેને હું અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે હાલની દારૂબંધીની નીતિ દંભી નીતિ છે. દારુનો મે ટેસ્ટ કરેલો...
shankar singh vaghela    હું નરેન્દ્રભાઇ અને અમિતભાઇને કહીશ કે

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારુને છૂટ આપવાના સરકારના નિર્ણય અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે આટલા વર્ષે થોડી હિંમત કરી તેથી તેને હું અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે હાલની દારૂબંધીની નીતિ દંભી નીતિ છે. દારુનો મે ટેસ્ટ કરેલો છે એટલે કહું છું કે આ બધું નકામું છે.

Advertisement

મહાત્મા મંદિરમાં પણ દારુની છૂટ મળવી જોઇએ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટમાં પણ દારુની મુક્તિ મળશે તથા મહાત્મા મંદિરમાં પણ દારુની છૂટ મળવી જોઇએ. ધોલેરા, કચ્છ ધોરડો, નડા બેટ સહિતના સ્થળોએ પણ દારૂની છૂટ આપવી જોઈએ. તેમણે યુવાનો દારુના બદલે ડ્રગ્સના રવાડે ચડ્યું છે તેમ કહેતા જણાવ્યું કે હું પોતે દારૂ પીતો નથી, કોઈ દારૂ પીવે એ મને ગમતું નથી. મેં ટેસ્ટ કરેલો છે એટલે કહું છું કે આ બધું નકામું છે.

Advertisement

આખા રાજ્યમાં છૂટ આપવી જોઇએ

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ફક્ત રુપિયાવાળા માટે નહીં પણ બધા માટે છૂટ હોવી જોઇએ. દેશી મહુડાના દારૂ માટે સરકારે છૂટ આપવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હવે ગિફ્ટ સિટીમાં છૂટ આપી જ દીધી છે તો આખા રાજ્યમાં છૂટ આપવી જોઇએ. દારુની સરકારને કરોડો રુપિયાની આવક થવાની છે. ગાંધીજીના પોરબંદર સહિત મોદીના વતન વડનગરમાં પણ દારૂ ની છૂટ આપવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું.

Advertisement

હું નરેન્દ્રભાઈ અને અમિતભાઇને કહીશ કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવી જોઈએ

શંકરસિંહે કહ્યું કે ઘણાં દારુ માટે ઉદેપુરમાં લગ્ન કરે છે અને કરોડો રુપિયાનો ત્યાં ખર્ચો કરે છે ત્યારે હવે ગિફ્ટ સિટી સુધી જ મર્યાદિત ના રહેવું જોઇએ. તેમણે એમ પણ કહીશ કે હું નરેન્દ્રભાઈ અને અમિતભાઇને કહીશ કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવી જોઈએ. ગાંધીજી માત્ર ગુજરાતના નહીં પણ આખા દેશના હતા. એટલે દિલ્હી મુંબઈમાં દારૂ મળે અને ગુજરાતમાં નહિ તે ન હોવું જોઈએ. તેમણે કહ્યું કે દારુની છૂટ આપવાથી ઉદ્યોગો વધશે પણ દારુ ન હતો છતાંય ગુજરાતમાં ઉદ્યોગો આવ્યા જ હતા. દારુનો કુટિર ઉદ્યોગ શરુ થવો જોઇએ.

આ પણ વાંચો----GANDHINAGAR : ગિફ્ટ સિટીમાં દારુની છૂટ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું

Tags :
Advertisement

.