Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક ગાડીમાં, એક જ મંચ પર આવતા અનેક અટકળો

રાજનેતાઓ ક્યારે શું કરે તે આજ સુધી કોઇ સમજી શક્યું નથી પછી તે કોઇ પણ પાર્ટીના નેતા હોય. હાલમાં ભાજપ સત્તા પર છે ત્યારે અહીં સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોય તો તે કોંગ્રેસ છે. જ્યા આ બંને પાર્ટીના નેતાઓ એકબીજા...
શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોર એક ગાડીમાં  એક જ મંચ પર આવતા અનેક અટકળો

રાજનેતાઓ ક્યારે શું કરે તે આજ સુધી કોઇ સમજી શક્યું નથી પછી તે કોઇ પણ પાર્ટીના નેતા હોય. હાલમાં ભાજપ સત્તા પર છે ત્યારે અહીં સૌથી મોટી વિપક્ષી પાર્ટી હોય તો તે કોંગ્રેસ છે. જ્યા આ બંને પાર્ટીના નેતાઓ એકબીજા પર કટાક્ષ કરતા જોવા મળતા હોય છે ત્યા હાલમાં એક એવો નજારો જોવા મળ્યો જે જોઇને સૌ કોઇ ચોંકી ગયા હતા. કોંગ્રેસ પાર્ટીના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એક જ કારમાં અને એક જ મંચ પર જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

ભાભરમાં સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ સમૂહ લગ્નના પ્રસંગમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી,ભાજપ તેમજ વાવ વિધાયક અને કોંગ્રેસના ગેનીબેન ઠાકોર નવદંપત્તિને આશીર્વાદ આપવા માટે સમારોહ સ્થળ પર પહોંચ્યા હતા. એ બંને મહાનુભાવો એ નવદંપત્તિઓને આશીર્વચન વચન આપ્યા હતા. જેમાં મંચ પરથી ગેનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે " આદિવાસીઓ વર્ષો પહેલા ખિસ્તી ધર્મમાં જોડાયા હતા. આ લોકોએ આજે ખિસ્તી ધર્મ અપનાવી આઈએએસ, આઈપીએસ,મામલતદાર ટીડીઓ,જેવી મહત્વની પોસ્ટ પર કાર્યરત છે. અને સુખરૂપ જીવન વિતાવી રહ્યા છે. હવે આપણને જાણવા મળ્યું છે કે દલિત સમુદાયના લોકો પણ ખિસ્તી ધર્મ તરફ વળ્યાં છે. આ ચિંતાજનક બાબત છે. માટે હું હિન્દુ ધર્મના તમામ ધર્મગુરુઓ, સંતો ,મહંતો,વડીલો અને આગેવાનો ને વિનતી કરું છું કે આપ આ લોકોને મદદ અને રક્ષણ તથા સન્માન આપવા આગળ આવો, આજે આપણે આ તમામ લોકોની મદદમાં નહીં આવીએ તો સમાજો ક્યાંક ને ક્યાંક બીજા ધર્મમાં જોડાશે. આપણે ધર્મ રક્ષા કાજે આ સેવા કાર્ય કરી આવા તમામ સમાજના લોકોની મદદ કરવી પડશે.

આ પ્રસંગે હાજર રહેલ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ અને થરાદના ભાજપના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી એ પણ નવદંપતીઓને આશીર્વાદ આપી જણાવ્યું હતું કે " વડાપ્રધાને પણ વાલ્મિકી સમાજના આગેવાનોના પગ ધોયા છે. ધર્મ એ જીવન પદ્ધતિ છે. આપણી સંસ્કૃતિ એ ઋષિ સંસ્કૃતિ છે. વાલ્મિકી સમાજ બીજાનું ભલું કરવા વાળો સમાજ છે. આ તમામ લોકો શિક્ષણ તરફ આગળ વધે તે જરૂરી છે તે માટે યોગ્ય કરવાની તેઓ એ ખાત્રી આપી હતી. જોકે બનાસકાંઠાના ભાભર ખાતે વાલ્મિકી સમાજના સમુહ લગ્નમાં વાવ તેમજ થરાદના ધારાસભ્યો સક્રિય રાજકારણમાં એકબીજાના કટ્ટર હરીફ હોવા છતાં એક જ કારમાં સાથે આવતા,તેમ જ એકબીજાના વખાણ કરતા,આ ભિન્ન ભિન્ન વિચારસરણી નેતાઓની મંચ પરથી એકસૂત્રતા જોઈ લોકોમાં રાજકીય ક્ષેત્રે કંઈક નવાજૂની થશે તેવા તર્કવિતર્ક થયા છે. આ અગાઉ પણ ગેનીબેનએ નડાબેટ ખાતે ભાજપ સરકારના વિકાસ કાર્યોની ભરપેટ પ્રશંસા કરી હતી.રાજકારણમાં ગીતાજ્ઞાન મુજબ પરિવર્તન સંસારનો નિયમ છે તે યુક્તિ મુજબ નેતાઓ તેમજ નેતિઓ પોતપોતાના વિચારો તેમજ વિચારશણી બદલતા આવ્યા છે. ત્યારે એક જ કારમાં ભિન્ન ભિન્ન વિચારણી વાળા બનાસકાંઠાના ભાજપ તેમજ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓની વાલ્મિકી સમાજમાં એક મંચ પરની હાજરી નવા રાજકીય સમીકરણો સર્જી શકે છે..

Advertisement

કેમકે બનાસકાંઠામાં પોતાના નિવેદનબાજી અને આક્રમકતા માટે જાણીતા અને ઠાકોર સમાજના મહિલા અગ્રની નેતા તેમજ વાવના બીજી વખત ચૂંટાયેલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ આમ સક્રિય રાજકારણમાં એકબીજાના કટ્ટર દુશ્મન માનવામાં આવે છે. પૂર્વ મંત્રી એવા શંકરભાઈ ચૌધરી 2017 માં કોંગ્રેસના ગેનીબેન સામે પરાજિત થયા હતા. જોકે તાજેતરની 2022 વિધાનસભા ચૂંટણીમાં શંકરભાઈ વાવથી ચૂંટણી લડશે તેઓ માનવામાં આવી રહ્યું હતું પરંતુ નવાઈ વચ્ચે તેઓને હાઈ કમાંડે થરાદ બેઠક પરથી ચૂંટણી લડાવી હતી. શંકરભાઈ ની જીત માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થરાદવાસીઓને વચન પણ આપ્યું હતું કે તમે થરાદ થી શંકરભાઈને જીતાડીને મોકલો તેમને સન્માનજનક સ્થાન આપવાની જવાબદારી ભાજપની છે.અને 2022 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી ભાજપના શંકરભાઈ ચૌધરીની જીત થતા ગૃહમંત્રી અમિતભાઈ શાહે પોતાનું વચન નિભાવી શંકરભાઈ ચૌધરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવ્યા હતા.

ત્યારે જોવાનું એ રહે છે કે શું,પરિવર્તિત આ નવીન વાતાવરણ કોઈ નવીન રાજકીય ઉઠલ પાથલ નાં સંકેત આપે છે? શું ગેનીબેન ઠાકોર કોંગ્રેસને રામરામ કરી ડબલ એન્જિનની સરકારમાં સવારી કરશે ??? આવા અનેક પ્રશ્નો હાલ સરહદી વોટર્સ માં ઉભા થયા છે.

Advertisement

આ પણ વાંચો – અમદાવાદમાં AMTSનો બસ ડ્રાઈવર ટ્રાફિકના નિયમોને ગોળીની પી ગયો, જાણો શું કર્યું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.