Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SABARKANTHA : જિલ્લામાં સીઝનનો સૌથી વધુ વરસાદ ઈડર અને પ્રાંતિજમાં નોંધાયો

SABARKANTHA જિલ્લામાં છેલ્લા બે દિવસથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર શરૂ કરી છે ત્યારે ચોમાસુ સીઝન શરૂ થઈ ત્યારથી તા.૧૬ જુલાઈ સુધીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ઈડર અંદાજે ૧ર અને પ્રાંતિજમાં ૧૦ ઈંચ વરસાદ થતાં ખેડુતોએ ચોમાસુ પાકોની વાવણી...
sabarkantha   જિલ્લામાં સીઝનનો સૌથી વધુ વરસાદ ઈડર અને પ્રાંતિજમાં નોંધાયો

SABARKANTHA જિલ્લામાં છેલ્લા બે દિવસથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ મહેર શરૂ કરી છે ત્યારે ચોમાસુ સીઝન શરૂ થઈ ત્યારથી તા.૧૬ જુલાઈ સુધીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ઈડર અંદાજે ૧ર અને પ્રાંતિજમાં ૧૦ ઈંચ વરસાદ થતાં ખેડુતોએ ચોમાસુ પાકોની વાવણી ધમધોકાર શરૂ કરી દીધી છે. દરમ્યાન સોમવારે સાંજના સુમારે ઈડર તાલુકાના કેટલાક વિસ્તારોમાં એક કલાકમાં અંદાજે ર ઈંચથી વધુ વરસાદ પડતાં મગફળી સહિત અન્ય પાકોને વાવેતર કરાયેલ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી પાકને જીવતદાન મળ્યુ છે.

Advertisement

આખો દિવસ SABARKANTHA જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહયુ

ડીઝાસ્ટર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોમવારે આખો દિવસ સાબરકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહયુ હોવાને કારણે સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં ખેડબ્રહ્મામાં ૧૦, વિજયનગરમાં ૮૩, વડાલીમાં ૧૭, ઈડરમાં ૪૩, હિંમતનગરમાં પ૬, પ્રાંતિજમાં ૩૧, તલોદમાં ૧૪ અને પોશીના પંથકમાં ૦પ મીમી વરસાદ પડયો હતો. તો બીજી તરફ મંગળવારે સવારે ૬ થી સાંજે પ વાગ્યા સુધીમાં જિલ્લામાં એકપણ સ્થળે વરસાદ પડયો નથી.

Advertisement

બફારા બાદ મેઘરાજાએ પધરામણી કરી

ઈડર તાલુકાના સોમવારે સમી સાંજે ભારે ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાએ પધરામણી કરી હતી જેથી એક કલાકમાં કાનપુર, રેવાસ, પોશીના, મેસણ, બડોલી, ગોધમજી સહિત અન્ય ગામના સિમડાઓમાં આવેલ નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ બે તાલુકામાં પડી ચુકયો છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં ઓછો હોવાને કારણે જમીનમાં પાણીના તળ હજુ સુધી ઉપર આવ્યા નથી. સાથો સાથ જિલ્લામાંથી પસાર થતી વિજયનગરની પૂણ્યશીલા નદી સિવાય અન્ય કોઈ નદીમાં પુર આવ્યુ નથી જેના લીધે મોટા ડેમોમાં પાણીની આવક પણ નોંધાઈ નથી.

અત્યાર સુધી કયા તાલુકામાં કેટલા મીમી વરસાદ પડયો

તાલુકો મીમી

Advertisement

  • ખેડબ્રહ્મા ૧૪૦
  • વિજયનગર ૧૮૭
  • વડાલી ૧૪૬
  • ઈડર ૨૯૧
  • હિંમતનગર ૨૧૫
  • પ્રાંતિજ ૨૫૩
  • તલોદ ૧૭૮
  • પોશીના ૧૮૩

અહેવાલ : યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : Jetpur : પ્રેમિકાને પામવાં તેના પતિની પ્રેમીએ કરી હત્યા, પછી આત્મહત્યામાં ખપાવવા બનાવ્યો માસ્ટર પ્લાન

Tags :
Advertisement

.