Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Road Accident : આબુરોડ પર કાર ચાલકે 10 થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા

રાજ્યમાં રોડ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો રોડ અકસ્માત (Road Accident) ના કારણે મૃત્યુ પામે છે ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, આબુરોડના ચેક પોસ્ટ (Check Post of Abu Road) નજીક ભયાનક અકસ્માત...
road accident   આબુરોડ પર કાર ચાલકે 10 થી વધુ લોકોને હવામાં ફંગોળ્યા

રાજ્યમાં રોડ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો રોડ અકસ્માત (Road Accident) ના કારણે મૃત્યુ પામે છે ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે, આબુરોડના ચેક પોસ્ટ (Check Post of Abu Road) નજીક ભયાનક અકસ્માત (Accident) ની ઘટના બની છે. અંબાજી નજીક આબુરોડ (Abu Road) પર એક કાર ચાલકે એક સાથે 10 થી વધુ લોકોને અડેફેટે લીધા છે. કાર ચાલકે લારી ગલ્લા સહિત રાહદારીઓને ટક્કર મારતા 12 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Injured) થયા છે.

Advertisement

આબુરોડ પર દર્દનાક અકસ્માત

આબુરોડ પર એક Hyundai કાર ચાલકે મોતનો ખેલ ખેલ્યો છે. આ અકસ્માત આબુરોડના રિકો વિસ્તારમાં બની હતી જેમા 10 થી વધુ લોકોને કાર ચાલકે અડફેટે લીધા હતા. મળતી માહિતી અનુસાર, આ અકસ્માતમાં 3 રાહદારીઓનું કમકમાટીભર્યું મોત થયું છે જ્યારે 8 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત થતા જ રોડ પર ચિસા ચિસ મચી ગઇ હતી. માહોલમાં દર્દનાક ચીસો એવી સંભળાઈ કે આસપાસ ઉભા લોકોના રૂંવાટા ઉભા થઇ ગયા હતા. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી જ્યા વાહનો, લારી સહિતની વસ્તુઓ વેર વિખેર જોવા મળી. સુત્રોની માનીએ તો અંબાજી તરફથી પુરપાટ ઝડપે આવતી કારના સ્ટેરિંગ પરથી ડ્રાઈવરે કાબુ ગુમાવતા એક પછી એક વાહનો સહિત લારી ગલ્લા અને રાહદારીઓ અડફેટે આવ્યા હતા.

પોલીસે શરૂ કરી તપાસ

અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સરકારી રિકો હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. જે કારથી આ ભયાનક અકસ્માત સર્જાયો છે તે પાટણની હોવાનું પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે. જોકે, પોલીસ તપાસ કરતા વધુ વિગતો સામે આવવાની પૂરી સંભાવનાઓ છે.

Advertisement

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે મોત

ઉલ્લેખનીય છે કે, હજુ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે કરેલો ગોઝારો અકસ્માત ભૂલાયો નથી કે એક પછી એક કાર અકસ્માતની ઘટના બનતી જોવા મળી રહી છે. હજુ ગત રાત્રીના સમયે જ એક ગોઝારો અકસ્માત અમદાવાદમાં આવેલા નરોડાના હંસપુરમાં થયો હતો. મોડી રાતે પૂરપાટ ઝડપે એક કાર જઇ રહી હતી જેની સ્પીડ એટલી વધારે હતી કે, આખી કાર પલટી ખાઇ ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં 1 યુવાનનું મોત નીપજ્યુ છે.

આ પણ વાંચો - GCCI દ્વારા અમદાવાદ ખાતે 6ઠ્ઠી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું

Advertisement

આ પણ વાંચો - GLPL : ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ, જાણો સંપૂર્ણ વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.