Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: ‘મારાથી ભૂલ થઈ છે’ દક્ષિણ આફ્રિકામાં યુવકને બંધક બનાવ્યાની ઘટનામાં નવો વળાંક

Rajkot: એક વીડિયો વાયરલ થાય છે જેમાં દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવક જય કોરિયાને બંધક બનાવાયો હોવાનું તારણ બહાર આવે છે. પરંતુ અત્યારે આ બાબતે એક નવો વળાંક આવ્યો છે. અત્યારે ફરી તે યુવકે એક વીડિયો વાયરલ કરતા કહ્યું કે,...
rajkot  ‘મારાથી ભૂલ થઈ છે’ દક્ષિણ આફ્રિકામાં યુવકને બંધક બનાવ્યાની ઘટનામાં નવો વળાંક

Rajkot: એક વીડિયો વાયરલ થાય છે જેમાં દક્ષિણ આફ્રિકામાં રાજકોટના એક યુવક જય કોરિયાને બંધક બનાવાયો હોવાનું તારણ બહાર આવે છે. પરંતુ અત્યારે આ બાબતે એક નવો વળાંક આવ્યો છે. અત્યારે ફરી તે યુવકે એક વીડિયો વાયરલ કરતા કહ્યું કે, ‘મને અહીં બંધક બનાવવામાં આવ્યો નથી. મને મારા શેઠે પોતાના ઘરે રાખ્યો છે અને અહીં ખાવાનું પણ આપી રહ્યા છે. મારાથી ભૂલ થઈ છે. અત્યારે મારા ખોટા સમાચાર ફરી રહ્યા છે અને તેના કારણે મારા શેઠનું નામ ખોટી રીતે ખરાબ થઈ રહ્યું છે.’

Advertisement

મેં શેઠ પાસેથી 22,500 ડોલર લીધા હતાઃ જય કોરિયા

જય કોરિયા નામના યુવકે કહ્યું કે, ‘હું અહીં કામ કરૂ છું. મેં શેઠ પાસેથી 22,500 ડોલર લીધા હતા અને તેના માટે થઈને શેઠે મને એક મહિનો પોતાના ઘરે રાખ્યો હતો, જમવાનું અને બધુય આપતા હતા. મારાથી ભૂલ થઈ છે અને મારા પરિવારને ખોટી માહિતી મળી છે. એટલે એમની ભૂલ છે. મારા પરિવારની ગેરસમજનાં કારણે આવું બન્યું તે માટે હું સૌની માફી માંગુ છું ’

આખરે શું છે સમગ્ર હકીકત?

નોંધનીય છે કે, અત્યારે આ મામલે તંત્ર પણ અવઢવમાં છે, કે આખરે આ મુદ્દો શું છે? યુવકને બંધક બનાવવામાં આવ્યો છે. કે પછી ખોટી માહિતી સામે આવી છે. તંત્ર સહિત ભારતીય વિદેશ મંત્રાલય પણ અત્યારે મુંઝવણમાં છે કે આખરે આ મામલો શું છે. કારણ કે, પહેલા જે વીડિયો વાયરલ થયો તેમાં આ યુવક એવું કહેતો હતો કે મને ખોટી રીતે હેરાન કરે છે અને મારા પર ખોટી રીતે ચોરીનો આરોપ લગાવ્યો છે. તે વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ લોકો મારી પાસે 22 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે.પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે પ્રમાણે આગળના દરેક દાવા પોકળ લાગી રહ્યા છે. પરંતુ આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લઈને શકાય તેવું નહીં.

Advertisement

બંધક બનાવાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા

પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે, દક્ષિણ આફ્રિકામાં રાજકોટ (Rajkot)ના એક યુવાનને છેલ્લા એક મહિનાથી બંધક બનાવાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. તે યુવાન લોધિકાના શખ્સની કંપનીમાં એકાઉન્ટર તરીકે નોકરી કરતો હતો, ત્યાંજ તેને બંધક બનાવવામાં આવ્યો છે. રાજકોટના આ યુવાન ઉપર કંપની વાળાએ ચોરીનો આરોપ લગાવ્યો છે, નોંધનીય છે કે, ચોરીનો આરોપી લગાવીને પરિવારજનો પાસે રૂપિયા 22 લાખ 50 હજારની માંગણી કરવામાં આવી છે. જો કે, અત્યારે બીજો એક વીડિયો વાયલર થઈ રહ્યો છે અને તેમાં હવે પરિવાર, તંત્ર અને ભારતીય એજન્સીઓ મુંઝવણમાં મુકાઈ છે.

આ પણ વાંચો: Rajkot નો યુવાન દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક મહિનાથી છે બંધક, પરિવારમાં…

આ પણ વાંચો: Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી!

આ પણ વાંચો: Bharuch: સિગરેટના વ્યસનીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, લાઈટરમાં થયો મોટો ભડકો

Advertisement
Tags :
Advertisement

.