Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rainfall: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ઠેર ઠેર શરૂ થયો વરસાદ

Rainfall: આજે ગુજરાતના મોટા ભાગમાં વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદમાં પણ વરસાદ થયો છે. નોંધનીય છે કે, અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદનું ઝાપટું પડ્યું છે. આ સાથે સાથે અમદાવાદ પુર્વમાં ધીમા પવન સાથે ઝરમર વરસાદ...
rainfall  અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી  ઠેર ઠેર શરૂ થયો વરસાદ

Rainfall: આજે ગુજરાતના મોટા ભાગમાં વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદમાં પણ વરસાદ થયો છે. નોંધનીય છે કે, અમદાવાદ પૂર્વ વિસ્તારમાં વરસાદનું ઝાપટું પડ્યું છે. આ સાથે સાથે અમદાવાદ પુર્વમાં ધીમા પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે. એટલું જ નહીં પરંતુ ઈસનપુર, મણીનગર, ઘોડાસર, નારોલમા ઝરમર વરસાદ થયો છે. મળતી જાણકારી પ્રમાણે અમદાવાદના મણીનગરમાં પણ વરસાદી છાંટા જોવા મળ્યું છે. અમદાવાદમાં આજ સાંજથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન બાદ વરસાદી છાંટા થયા છે.

Advertisement

બોપલ વિસ્તારમાં તો વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો

નોંધનીય છે કે, અમદાવાદમાં ભીષણ ગરમી વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. મળતી જાણકારી પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં વરસાદ પણ વરસાદ પડ્યો છે. અહીં બોપલ વિસ્તારમાં તો વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છેય જોકે, લોકોને કાળઝાળ ગરમીથી લોકો રાહત મળી છે અને રાહતનો શ્વાસ લીધો છે.

અમરેલી, ઉમરાળા, ભાવનગર, સુરત અને ધારીમાં પણ થયો વરસાદ

ગુજરાતમાં અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે રાજ્યભરમાં અખ્યારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલી, ઉમરાળા, ભાવનગર, સુરત, ધારી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે, અસહ્ય ગરમી અને બફારા વચ્ચે વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. મળતી વિગતો પ્રમાણે ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયા છે. આ સાથે સાથે અમરેલી જિલ્લાના વાતાવરણ પણ ફેરફાર થયો અને વરસાદ આવ્યો છે. અમરેલીના મોટાભાગના તાલુકા મથકો પણ વરસાદ પડ્યો છે. નોંધનીય છે કે, ગરમી ઓછી થતા લોકોને રાહત મળી છે.

Advertisement

આ પણ વાંચો: Rainfall: રાજ્યભરમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા, ગરમી ઓછી થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

આ પણ વાંચો: NCP Party: અમે રાહ જોઈશું, પરંતુ અમને એક કેબિનેટ મંત્રી પદ તો મળવું જ જોઈએ

આ પણ વાંચો: Union Council of Ministers: આવી રીતે કેબિનેટ મંત્રી તરીકે નામ જાહેર કરાય છે, વડાપ્રધાને તમારું નામ…

Tags :
Advertisement

.