Ahmedabad: સાબરમતી જેલમાં અગમ્ય કારણોસર કેદીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા
Ahmedabad: અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી જેલમાં એક કેદીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, કેદીએ ટૂવાલથી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં અત્યારે આત્મહત્યાના ઘણાં બનાવો બની રહ્યા છે. પરંતુ અત્યારે સામે આવેલા સમાચાર વધારે ચોંકાવનારા છે. કારણે ગુજારાતની સેન્ટ્રલ જેલ એવી સાબરમતીમાં એક કેદીએ આત્મહત્યા કરી લીઘી હોવાનું સામે આવ્યું છે.
કેદીએ ટૂવાલથી ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મેલાજી ઠાકોર નામના કેદીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. વિગતે વાત કરવામાં આવે તો, કાચા કામના કેદીઓમાંથી એક કેદીએ આત્મહત્યા કરી છે. જેલમાં સર્કલ નંબર 9/2 આગળ આવેલા શૌચાલયની દીવાલ પાસે રૂમાલ વડે ગળે ફાંસો ખાઈને કેદીએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, કેદીને નર્સિંગ સ્ટાફ સારે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ અહીં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલાયો
આખરે શા માટે કેદીએ આત્મહત્યા કરી? તે બાબતે અત્યારે કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ પોલીસે અત્યારે પરિવારજનોને જાણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. મળતી વિગતો પ્રમાણે 34 વર્ષિય મેલાજી ઠાકોરની હત્યાના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, ગુનો પુરવાર થતા કેદીને સાબરમતી જેલમાં સજા ભોગવવા માટે મોકલવામાં આવ્યો હતો. પરંતુ અહીં વહેલી સવારે કેદીએ આત્મહત્યા કરી લેતા અત્યારે તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
કેદીએ અગમ્ય કારણોસર કરી લીધી આત્મહત્યા
ઉલ્લેખનીય છે કે, કેદી રોજ સવારે 5 વાગે નિત્ય ક્રિયાઓ માટે અહીં આવતો પરંતુ આજે અગમ્ય કારણોસર રૂમાલ વડે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા જેલ તંત્રમાં હડકંપ મચી ગયો છે. નોધનીય છે કે, અત્યારે આત્મહત્યાની નોંધ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે કેદીના પરિવારજનોને જાણ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.