Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PORBANDAR : ભારે વિરોધ વચ્ચે હવે પોરબંદરમાં સ્માર્ટ મીટર લગાડવાની તૈયારીઓ શરૂ

PORBANDAR : ગુજરાતમાં હાલ પ્રી-પેઇડ સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ મીટર લગાડવાની સાથે લોકોનો વિરોધ પણ સામે આવી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાડવામાં આવતા વીજ ડબલ આવી રહ્યાના લોકો આક્ષેપો કરી રહ્યાં છે. સ્માર્ટ મીટર લઇને...
porbandar   ભારે વિરોધ વચ્ચે હવે પોરબંદરમાં સ્માર્ટ મીટર લગાડવાની તૈયારીઓ શરૂ

PORBANDAR : ગુજરાતમાં હાલ પ્રી-પેઇડ સ્માર્ટ વીજ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. સ્માર્ટ મીટર લગાડવાની સાથે લોકોનો વિરોધ પણ સામે આવી રહ્યો છે. સ્માર્ટ મીટર લગાડવામાં આવતા વીજ ડબલ આવી રહ્યાના લોકો આક્ષેપો કરી રહ્યાં છે. સ્માર્ટ મીટર લઇને લોકોની ઘણી બધી ગેરસમજ પણ જોવા મળેલ છે.

Advertisement

ગાંધીભૂમિ PORBANDAR માં શરૂ થઈ ગયો સર્વે

ગાંધીભૂમિ પોરબંદરમાં સ્માર્ટ મીટર લગાડવાની આગાવી તૈયારી શરુ થઇ ગઇ છે. પોરબંદર પીજીવીસીએલ કચેરી આપેલી વિગતો મુજબ પોરબંદર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ હાલ પ્રથમ ફેઝમાં શહેરી વિસ્તારમાં સરકારી કચેરી-કોલોની,ઉદ્યોગો, ટ્રાન્સફોર્મર (ડી.ટી.મીટર) માં લગાડવામાં આવશે જેની હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે. પ્રથમ ફેઝનુ કામ આગામી એક-બે મહિનામા કામગીરી પુર્ણ થશે ત્યારબાદ ફેઝ-ટુની કામગીરીનુ આયોજન કરવામાં આવશે, જેમાં ખેતીવાડી ગ્રાહક સિવાયના તમામ પ્રકારના ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાડવામાં આવશે. બીજા ફેઝની કામગીરી પહેલા ગ્રાહકોને સ્માર્ટ મીટર લઇને સમજણ આપવામાં આવશે.

Advertisement

કેવી રીતે થશે કામગીરી?

પોરબંદર ( PORBANDAR )  PGVCL એ આપેલી પ્રાથમિક માહિતી મુજબ આ સ્માર્ટ લગાડવાનો પ્રોજેકટ સરકારનો છે. સ્માર્ટ મીટર લગાડવાના ગ્રાહક પાસેથી પૈસા લેવામાં આવશે નહી. તેમજ આ સ્માર્ટ મીટરમાં ગ્રાહકોએ મોબાઇલ એપ્લીકેશના માધ્યમથી રીચાર્જ કરવાનુ રહેશે. રીચાર્જ પુર્ણ થયા બાદ -300 સુધી મીટર ચાલુ રહેશે. ત્યાર બાદ પાવર કટ થશે. આ પાવર કટ સવારે 10 વાગ્યા બાદ થશે તેમજ સરકારી રજાઓમાં પાવર કટ નહી થાય તે મુજબનુ પ્રાથમિક આયોજન છે. જેટલો વપરાશ હશે તેટલુ જ બીલ ચુકવાનુ રહેશે. વીજ મીટરનુ બેલેન્સ જેમ જેમ ઓછુ થશે તેમ તેમ મોબાઇલમાં મેસેજ દ્વારા ગ્રાહકોને એલર્ટ કરવામાં આવશે.સ્માર્ટ મીટરનો હેતુ વીજ ચોરી અટકાવવાનો છે.

અહેવાલ - કિશન ચૌહાણ 

Advertisement

આ પણ વાંચો : RAJKOT : સગાઈ તૂટવાનું દુખ મનમાં રાખી યુવકે ભૂતપૂર્વ મંગેતરની માતને સળગાવવાનો કર્યો પ્રયાસ

Tags :
Advertisement

.