Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VOTING DAY : આવતીકાલે 12.20 લાખ યુવા મતદારો બનશે નિર્ણાયક

Gujarat Voting  : જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ગુજરાત (Gujarat) ની 25 બેઠકો પર આવતીકાલે મંગળવારે 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન (VOTING ) યોજાશે. લોકસભાની 25 બેઠકો સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ મતદાન યોજાશે. ચૂંટણી...
voting day   આવતીકાલે 12 20 લાખ યુવા મતદારો બનશે નિર્ણાયક

Gujarat Voting  : જેની આતુરતાથી રાહ જોવાઇ રહી હતી તે ગુજરાત (Gujarat) ની 25 બેઠકો પર આવતીકાલે મંગળવારે 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન (VOTING ) યોજાશે. લોકસભાની 25 બેઠકો સાથે વિધાનસભાની 5 બેઠકો પર પણ મતદાન યોજાશે. ચૂંટણી પંચે બૂથ લેવલ સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

Advertisement

સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા

લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે 7 મેના રોજ મતદાન યોજાશે. રાજ્યમાં લોકસભાની 25 અને વિધાનસભાની 5 સીટો પર મતદાન યોજાશે. સવારે 7 વાગ્યા થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આ માટે ગુજરાતમાં કુલ 50,788 મતદાન મથકો તૈયાર કરાયા છે.

રાજ્યમાં 175 આદર્શ મતદાન કેન્દ્રો

રાજ્યના શહેરી વિસ્તારમાં 17,275 મતદાન મથકો પર મતદાન થશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 33,513 મતદાન મથકો પર મતદાન થશે. રાજ્યમાં 175 આદર્શ મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. રાજ્યના 24,893 મતદાન મથકો પર થી વેબ કાસ્ટિંગ થશે.

Advertisement

ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષ અને અપક્ષ સહિત 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ તથા અન્ય પક્ષ અને અપક્ષ સહિત 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. ચૂંટણીમાં પુરૂષ ઉમેદવાર ની સંખ્યા 247 જ્યારે 19 મહિલા ઉમેદવારો મેદાને છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો અને બારડોલી લોકસભા બેઠક પર સૌથી ઓછા માત્ર 3 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતદાન મથકો પર 2 બીયુ યુનિટ લાગશે

રાજ્યમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના મતદાન મથકો પર 2 બીયુ યુનિટ લાગશે. આવતીકાલે રાજ્યમાં 4 કરોડ 97લાખ 68 હજાર 677 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.રાજ્યમાં 2 કરોડ 56 લાખ 16 હજાર 540 પૂરૂષ મતદારો અને 2 કરોડ 41 લાખ 50 હજાર 603 મહિલા મતદારોનો સમાવેશ થયો છે. ઉપરાંત રાજ્યમાં 1534 થર્ડ જેન્ડર મતદારો પણ નોંધાયેલા છે.

Advertisement

ભરૂચ લોકસભા બેઠક મતદારોની દ્રષ્ટીએ સૌથી નાની બેઠક

ઉપરાંત રાજ્યમાં 17,23,353 મતદારો સાથે ભરૂચ લોકસભા બેઠક મતદારોની દ્રષ્ટીએ સૌથી નાની બેઠક છે જ્યારે વિસ્તારની દ્રષ્ટીએ 107 સ્ક્વેર કિલોમીટર અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક સૌથી નાની બેઠક છે. મતદારની દ્રષ્ટીએ સૌથી મોટી લોકસભા બેઠક નવસારી છે જ્યાં 22,23,550 મતદારો નોંધાયેલા છે. વિસ્તારની દ્રષ્ટીએ સૌથી મોટી કચ્છ 21354 સ્ક્વેર કિલોમીટર લોકસભા બેઠક છે.રાજ્યમાં 100 વર્ષ થી વધુ વય ના શતાયુ મતદારો 10,036 નોંધાયેલા છે અને 18-19 વર્ષના યુવા મતદારોની સંખ્યા 12,20,438 મતદારો છે.

50,960 બેલેટ યુનિટનો ઉપયોગ

રાજ્યમાં મતદાન માટે 50,960 બેલેટ યુનિટ તો 49,140 સીયુ યુનિટ તો 49,140 વીવીપેટ યુનિટ નો ઉપયોગ થશે અને 50 ટકા બીયુ અને સીયુ તથા 35 ટકા વીવીપેટ યુનિટ રીઝર્વ રાખવામાં આવશે.

આ પણ વાંચો----- Gujarat Police : મતદાન પ્રક્રિયામાં અવરોધ ઉભો કરનાર સામે કડક કાર્યવાહી

આ પણ વાંચો---- Lok Sabha : ચૂંટણીમાં ચૌરે ચૌટે આ એક જ ચર્ચા….! વાંચો આ અહેવાલ

આ પણ વાંચો----- Jamsaheb : મતદાનના 1 દિવસ પૂર્વે જામસાહેબે પત્રમાં શું લખ્યું ?

Tags :
Advertisement

.