Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મકતમપુરમાં પરપ્રાંતીઓના આતંકના વિડીયો બાદ પોલીસ એકશનમાં

અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ    ભરૂચ પોલીસનું મકતમપુર અને ઝાડેશ્વર ચોકડી નજીક કોમ્બિગ ભાડુઆત, મકાન માલિક, પ્રોહિબિશન, વાહન ડીટેઇન સહિતના 78 કેસ 3 જ કલાકમાં દાખલ. મકતમપુરમાં પરપ્રાંતીઓના આતંકના વિડીયો બાદ પોલીસ એકશનમાં ક્રાઈમ રેટ ઉપર અંકુશ મેળવવા ભરૂચ શહેરની 11...
મકતમપુરમાં પરપ્રાંતીઓના આતંકના વિડીયો બાદ પોલીસ એકશનમાં
અહેવાલ--દિનેશ મકવાણા, ભરૂચ 

Advertisement

  • ભરૂચ પોલીસનું મકતમપુર અને ઝાડેશ્વર ચોકડી નજીક કોમ્બિગ
  • ભાડુઆત, મકાન માલિક, પ્રોહિબિશન, વાહન ડીટેઇન સહિતના 78 કેસ 3 જ કલાકમાં દાખલ.
  • મકતમપુરમાં પરપ્રાંતીઓના આતંકના વિડીયો બાદ પોલીસ એકશનમાં
  • ક્રાઈમ રેટ ઉપર અંકુશ મેળવવા ભરૂચ શહેરની 11 પોલીસની ટીમ કામે લાગી..
  • નર્મદા ચોકડીથી બાયપાસ ચોકડી સુધી માં 53થી વધુ વાહનો ડીટેઇન કર્યા
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા મકતમપુર વિસ્તારમાં પરપ્રાંતિયો મારામારી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ ભરૂચ જિલ્લા પોલીસ  એક્શનમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે મકતમપુરમાં નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં જિલ્લાની પોલીસની 11 ટીમે કામગીરી કરી 78 કેસ દાખલ કરી કાર્યવાહી કરી હતી.
પોલીસનું નાઈટ પેટ્રોલિંગ 
ભરૂચના મકતમપુર વિસ્તારમાં પરપ્રાંતીઓ મોટી માત્રામાં વસવાટ કરે છે. તેઓ  અર્ધનિવસ્ત્ર થઈ ફરતા હોવાના કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા હતા અને હવે તો પરપ્રાંતીઓ બેફામ બન્યા હોય તેમ સ્થાનિકો ઉપર હુમલો કરતા હોવાના વિડીયો બાદ ભરૂચ જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને તાત્કાલિક ધોરણે સોમવારની રાત્રે નાઈટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું જેમાં વિવિધ પોલીસ મથકોની ૧૧ ટીમ અને એક ડીવાયએસપી, 6 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 60થી વધુ પોલીસ કાફલા સાથે કોમ્બિગ હાથ ધરાયું હતું.
પોલીસ કાર્યવાહીથી ખળભળાટ
સમગ્ર મકતમપુરમાં કોમ્બિગમાં 49 વાહનો, એમવી એક્ટ જ્યારે 16 કેસ મકાન ભાડુઆત વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ તથા પ્રોહિબિશનના 12 કેસ અને 1 કેસ દારૂના નશામાં વાહન ચલાવનાર સામે કરી કુલ 78 કેસ અને 3,500થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસના કોમ્બિગથી ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો. ત્રણ જ કલાકમાં પોલીસે મોટા પ્રમાણમાં મકતમપુરમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેના કારણે બહારથી આવીને ભાડા કરાર વિના અને પોલીસમાં નોંધ કરાવ્યા વિના રહેતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી.
53 જેટલા વાહનો ડીટેઇન
મોડી રાત્રે મકતમપુરમાં નાઈટ કોમ્બિંગ બાદ સવારથી ઝાડેશ્વર ચોકડી નજીક પણ મોટી માત્રામાં પોલીસ કાફલો કોમ્બિગમાં જોડાયો હતો જેમાં ડીવાયએસપી સી.કે.પટેલ સહિત પીઆઈ, પીએસઆઇ અને પોલીસ કાફલા સાથે કોમ્બિગ કરાયું હતું જેમાં નર્મદા ચોકડીથી બાયપાસ ચોકડી સુધી આડેધડ પાર્ક કરેલા વાહનો અને પેસેન્જર વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. ભરૂચમાં પોલીસની કડક કાર્યવાહીથી ગેરકાનૂની પ્રવૃત્તિ કરનારાઓમાં ફાફડાટ મચી ગયો હતો. સતત બીજા દિવસે પણ વાહનો ડીટેઇન કરવા સાથે પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી જેમાં નર્મદા ચોકડી થી એબીસી ચોકડી મઢુલી ચોકડી શ્રવણ ચોકડી અને બાયપાસ ચોકડી સુધી પોલીસે કોમ્બિગ કર્યું હતું જેમાં રોડ ઉપર પાર્ક કરેલા વાહનો સહિત ભારે વાહનો ડીટેઇન કરવા સાથે દંડનીય કાર્યવાહી કરી હતી અને 53 જેટલા વાહનો ડીટેઇન કર્યા હોવાની માહિતી સાંપડી રહી છે.
Tags :
Advertisement

.