રાજકોટ અગ્નિકાંડમાં આખરે 8 આરોપી સામે FIR
FIR : રાજકોટ અગ્નિકાંડમાં પોલીસ ફરીયાદ (FIR) દાખલ થઇ છે. ગેમઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિતના 8 આરોપીઓની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકો
રાજકોટ TRP ગેમ ઝોનના ચાર સંચાલકોના નામ સામે આવ્યા હતા જેમાંથી એક સંચાલકની ગઇ કાલે સાંજે જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઝડપી પાડવામાં આવેલ સંચાલકને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, માનવિજયસિંહ ગેમઝોનના સંચાલક હતા.
યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 8 આરોપી સામે ગુનો
અંતે પોલીસે આ ગોઝારી ઘટના અંગે ફરીયા દદાખલ કરી છે જેમાં યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 8 આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ipc ની ધારા304, 308, 337, 338 અને 114 ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાઇ છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કેટલાક આરોપીઓની અટકાયત કરી છે. તાલુકા પોલીસ હવે આરોપીઓની વિધિવત ધરપકડ કરશે.
ગેમઝોનમાં ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું
ઉલ્લેખનિય છે કે ગેમઝોનમાં ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આજુબાજુ મોટી સંખ્યામાં પ્લાય અને લાકડાના ટુકડા ફેલાયેલા હતા. આગ લાગતાની સાથે જ તેઓ પણ તેની લપેટમાં આવી ગયા અને 30 સેકન્ડમાં આગ આખા ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી અને 32 લોકોના મોત થયા હતા. સ્થળ પર 1500 લીટર પેટ્રોલ પણ હતું અને તેના કારણે આગે વિકરાળરુપ લઇ લીધું હતું.
આ પણ વાંચો---- હાઇકોર્ટે સુઓમોટો લઇ 1 જ દિવસમાં ખુલાસો કરવા કર્યો આદેશ
આ પણ વાંચો---- Rajkot Game Zone Tragedy: અગ્રિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, ગુજરાત ફર્સ્ટ પાસે આવી ઘટનામાં ગુમ થયેલા લોકોની યાદી
આ પણ વાંચો---- વીકેન્ડનો ફાયદો ઉઠાવવા TRP ગેમઝોનની ફી ઘટાડાઇ હતી
આ પણ વાંચો---- નફ્ફટ સંચાલકોએ રાઈડનું સર્ટિ લઈને 3 માળનું ગેમઝોન શરૂ કર્યુ હતું
આ પણ વાંચો---- રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટનામાં NRI પરિવાર લાપતા