Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીએ લખ્યો 'ગરબો', જેનો કંઠ આપ્યો છે ધ્વનિ ભાનુશાળીએ, Video

નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો તહેવાર. જેમા માતાજીનો ગરબો રમતા માઈ ભક્તો આ પવિત્ર તહેવારમાં તમને જોવા મળે છે. જણાવી દઇએ કે, ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતણના લોહીમાં ગરબો સમાયેલો છે. ત્યારે આ નવરાત્રી પહેલા બોલિવૂડ સિંગર ધ્વની ભાનુશાળીના...
pm મોદીએ લખ્યો  ગરબો   જેનો કંઠ આપ્યો છે ધ્વનિ ભાનુશાળીએ  video

નવરાત્રી એટલે શક્તિની આરાધનાનો તહેવાર. જેમા માતાજીનો ગરબો રમતા માઈ ભક્તો આ પવિત્ર તહેવારમાં તમને જોવા મળે છે. જણાવી દઇએ કે, ગરબો એ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતણના લોહીમાં ગરબો સમાયેલો છે. ત્યારે આ નવરાત્રી પહેલા બોલિવૂડ સિંગર ધ્વની ભાનુશાળીના અવાજમાં એક સ્પેશિયલ 'ગરબો' રિલીઝ કરવામાં આવ્યો છે. આ ગરબો એટલા માટે ખાસ છે કારણ કે PM મોદીએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે, PM મોદીએ આ ગીત પર ટ્વીટ કરીને લખ્યું- ".. .. જુની યાદો તાજી થઇ છે"

Advertisement

PM નરેન્દ્ર મોદીએ લખ્યું નવરાત્રી પર 'ગરબો' ગીત

PM મોદીએ નવરાત્રી પહેલા ગરબો લખ્યું છે. જેનો કંઠ ભાનુશાલીએ આપ્યો છે. PM નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલું આ ગરબો છે, જે ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ અને વારસો છે. ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને માતાની પૂજા કરતી વખતે દુર્ગા પંડાલોમાં ગરબા રમવાની પરંપરા છે. ગરબા એ પંડાલમાં માના હોલ્ડિંગની આસપાસના વર્તુળમાં તાળીઓ પાડીને કરવામાં આવતું નૃત્ય છે. જણાવી દઇએ કે, વડાપ્રધાન મોદી દ્વારા લખવામાં આવેલો આ ગરબો કે જેના નિર્માતા જેકી ભગનાની છે. આ ગરબો યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યો છે. જેની જાહેરાત કરતા યુટ્યુબ ચેનલે લખ્યું કે PM મોદી દ્વારા લખાયેલા 'ગરબો' માં પહેલીવાર તનિષ્ક બાગચીની ટ્યુન અને ધ્વની ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે.

Advertisement

ધ્વની ભાનુશાળીએ આપ્યો કંઠ

Advertisement

PM મોદી દ્વારા લખાયેલા 'ગરબો' માં પહેલીવાર તનિષ્ક બાગચીની ટ્યુન અને ધ્વની ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રી દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને જોવાની પ્રેરણા આપે છે. તેનું નિર્દેશન નદીમ શાહે કર્યું છે.

નવરાત્રી 2023 

આ વર્ષે નવરાત્રી ઉત્સવ 15 ઓક્ટોબરથી શરૂ થશે અને 24 ઓક્ટોબર સુધી ચાલશે. આ 9 નોરતા દરમિયાન, લોકો પવિત્ર 'કલશ' સ્થાપિત કરવા સહિત વિવિધ ધાર્મિક વિધિઓ અને રિવાજોનું પાલન કરે છે. પછી, તેઓ નવ નોરતા ઉપવાસ કરે છે અને માતાજીના વિવિધ અવતારોની પૂજા કરે છે. આ ગરબા ના ટીઝરમાં તહેવારના નવ નોરતા દરમિયાન ગરબા કરતા અને નવ દેવીઓની પૂજા કરતા લોકોની ક્લિપ બતાવવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.