Surat: સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન, આગ ઝરતી ગરમીએ 10 નો ભોગ લીધો
Surat: ગુજરાતમાં ગરમી સતત વધી રહીં છે. અનેક લોકો અત્યારે કાળઝાળ ગરમીનો ભોગ બન્યા છે. નોંધનીય છે કે, અનેક શહેરોમાં તો અત્યારે ઘરની બહાર નીકળવું પણ અઘરૂ બની ગયું છે. સુરત (Surat)ની વાત કરવામાં આવે તો સુરતમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન થઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ આગ ઝરતી ગરમીના કારણે કુલ 10 લોકોના મોત પણ થયા છે. આ વર્ષની ગરમી જીવલેણ બની ગઈ છે. મળતી વિગતો પ્રમાણે સુરતના વરાછા, વેસુ, પાંડેસરા અને ઝાંપા વિસ્તારમાં 10ના મોત થયા છે.
10 વાગ્યા પછી ઘરની બહાર નીકળવું થયું અઘરૂ
તમને જણાવી દઈએ કે, સુરતમાં ગરમીના કારણે અત્યારે હિટસ્ટ્રોક, ગભરામણ, અચાનક ખેંચ, બેભાન જેવી સમસ્યાઓ આવી રહીં છે. નોંધનીય છે કે, કાળઝાળ ગરમીના કારણે લોકોની ચિંતા સતત વધી રહીં છે. સુરતમાં કાળઝાળ ગરમીના કારણે અસહ્ય બફારો પણ થયો છે. 10 વાગ્યા પછી તો રોડ રસ્તા પર ચાલી શકાય તેમ જ નથી કારણ કે, ગરમી એટલી અસહ્ય છે કે ચાલતા ચાલતા પણ હિટસ્ટ્રોક, ગભરામણ અને અચાનક ખેંચ આવી શકે છે.
2024 ની ગરમી જીવસૃષ્ટી માટે જીવલેણ
નોંધનીય છે કે, કોપાયમાન ગરમીના કારણે અનેક લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યો છે.રાજ્યમાં કેટલાક લોકોને આવી ભીષણ ગરમીના કારણે હીટ સ્ટ્રોક પણ આવ્યાં છે. 2024 ની ગરમી જનજીવન માટે જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટી માટે જીવલેણ બની ગઈ છે. સુરત અને અમદાવાદા સહિત રાજ્યના અનેક શહેરમાં અત્યારે ભારે ગરમી પડી રહીં છે. એવું લાગી રહ્યું છે કે, સૂર્યદેવ પૃથ્વીથી ભારે ગુસ્સે થઈ ગયા છે. ગુજરાતમાં અત્યારે ખુબ જ ગરમી પડી રહીં છે.
અમદાવાદમાં ગરમીએ પોતાનો 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, રાજ્યમાં છેલ્લા 8 દિવસથી સતત ભારે અગનવર્ષા થઈ રહી છે. એટલું જ નહીં પરંતુ હજી પણ 5 દિવસ સુધી આગ ઓગતી ગરમી પડશે તેવી સંભાવના વર્તાઈ રહીં છે. આ સાથે સાથે રાજ્યના 12થી વધુ શહેરોમાં હીટવેવ પણ આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીએ પોતાનો 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કારણ ક, અમદાવાદામાં ગરમીનું તાપમાન 46 ડિગ્રી નોંધાયું છે.