જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે ઘર્ષણમાં એકનું મોત, પોલીસે 174 લોકોની કરી અટકાયત
હજુ તો બિપરજોય વાવાઝોડાની અસરમાંથી ગુજરાત મુક્ત નથી થયું ત્યાં જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ઘાર્મિક ડિમોલિશન કરવાની નોટિસ પર વિવાદ થયો અને બાદમાં તોફાનો થયા હતા. જે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન સરકારી વાહનોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. સોડાની બોટલ અને પત્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, જૂનાગઢમાં મજેવડી વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન ઘર્ષણ થયું હતું. અસામાજિક તત્વોએ વાહનોમાં આગચંપી કરી હતી. મજેવડી ખાતે આવેલી દરગાહને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ કોઈ પ્રત્યુતર નહીં મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન સરકારી વાહનોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. સોડાની બોટલ અને પત્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
મળતી પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના દરમિયાન એક સામાન્ય નાગરિકનું મૃત્યુ થયું હતું અને 4 થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા જેમની સારવાર હાલ ચાલી રહી છે. તે સિવાય પોલીસે અત્યાર સુધીમાં 174 લોકોની અટકાયત કરી છે અને હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા લોકોને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : 146 મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ, સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી નિરીક્ષણ કરાશે