Nikol Police : નિકોલ PI સામે 2 PSI ના ગંભીર આક્ષેપો મામલે તાપસનો ઘમઘમાટ શરૂ, ACP અપાયા આ આદેશ
અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના ( Nikol Police) PI સામે PSI ના ગંભીર આક્ષેપો મામલે મોટા અપડેટ આવ્યા છે. માહિતી મુજબ, આ કેસની તપાસ ACP આર.ડી. ઓઝાને સોંપવામાં આવી છે. ACP દ્વારા 2 દિવસમાં જ તપાસનો તૈયાર કરવામાં આવશે અને અમદાવાદ પોલીસ કમિશનર અને DCP ને તપાસનો આ રિપોર્ટ સોંપવામાં આવશે. જણાવી દઈએ કે, PI સામે ગંભીર આક્ષેપ કરનારા PSI જયંતી શિયાળનું (PSI Jayanti Shiyale) ગઈકાલે નિવેદન લેવામાં આવ્યું હતું. જ્યારે, આજે PSI રાજેશ યાદવ અને અન્ય કર્મચારીઓનું નિવેદન લેવામાં આવશે.
નિકોલ PI સામે PSI ના ગંભીર આક્ષેપ
અમદાવાદના (Ahmedabad) નિકોલ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનના ( Nikol Police) PSI જ્યંતી શિયાળે (PSI Jayanti Shiyale) પત્ર લખીને નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI કે. ડી. જાટ (PI K D Jat) વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને પત્ર થકી PI કે.ડી. જાટ પર માનસિક ત્રાસ આપતા હોવાનો, અપમાન કરતા હોવાનો અને એક મહિલા ASI સાથે અભદ્ર વર્તન કર્યું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા અને પીઆઈના ત્રાસથી પોતે આત્મહત્યા કરવા જતાં હોવાનો ઉલ્લેખ પણ પત્રમાં કર્યો હતો. આ પત્ર તેમણે DGP અને ગૃહ વિભાગને પણ મોકલી આપ્યો હતો. PSI નો પત્ર સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયો હતો. પત્ર સામે આવતા આ મામલે તપાસના આદેશ કરાયા હતા. H ડિવિઝનના ACP આર. ડી. ઓઝા (ACP R.D. Oza) દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ અધિકારીઓને સોંપાશે
પ્રાપ્ત માહિતી મુજબ, ACP આર. ડી. ઓઝા આ મામલે તપાસ કરી બે દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે અને તે રિપોર્ટ અમદાવાદ પોલીસ કમિશનર અને DCP ને સોંપવામાં આવશે. સાથે જ આજે PSI રાજેશ યાદવ (PSI Rajesh Yadav) અને અન્ય કર્મચારીઓનું નિવેદન પણ લેવામાં આવશે. જ્યારે, ગઈકાલે નિકોલ PI કેડી જાટ અને PSI જયંતી શિયાળનું નિવેદન લેવામાં આવ્યું હતું. માહિતી મુજબ, નિકોલ પોલીસ સ્ટેશનમાંથી બંને અધિકારીઓનું છેલ્લા 2 માસના બંદોબસ્ત અંગે વિગતો લેવાશે અને તમામ વિગતો અને નિવેદનના આધારે રિપોર્ટ કરવામાં આવશે.
PSI યાદવે એ પણ કરી હતી ફરિયાદ
જણાવી દઈએ કે, PSI જયંતી શિયાળ સિવાય PSI રાજેશ યાદવે પણ PI કે.ડી. જાટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. PSI યાદવે કંટ્રોલ રૂમમાં ફોન કરી PI જાટના ત્રાસથી તેઓ આત્મહત્યા કરવા જતાં હોવાનું જણાવ્યું હતું. અહેવાલ અનુસાર, PSI રાજેશ યાદવે કોલ કરી કહ્યું કે, પીઆઈ અવારનવાર ક્રિકેટ મેચના બંદોબસ્તમાં મૂકે છે અને ખોટી રીતે હેરાન કરે છે.
આ પણ વાંચો - Ahmedabad : નિકોલ PI સામે વધુ એક PSI એ લગાવ્યા ગંભીર આરોપ! ACP ને તપાસના આદેશ
આ પણ વાંચો - Nikol Police Station: નિકોલ પોલીસ સ્ટેશનના PI ની તાનાશાહી! PSI એ PIના ત્રાસથી લખ્યો પત્ર
આ પણ વાંચો - ના માનવતા કે, ના કોઈ મમતા! આ તો કેવી માતા? જુઓ આ Video