Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NAVSARI : લોકસભા ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલનું બાઇક રેલી દ્વારા શક્તિ પ્રદર્શન

નવસારી લોકસભા ઉમેદવાર સી.આર.પાટીલનું શક્તિ-પ્રદર્શન નવસારી વિધાનસભા મત વિસ્તારમાં બાઇક રેલી વેસ્મા ચાર રસ્તાથી રેલી અલગ અલગ 17 રૂટ પરથી પસાર થશે બપોરે 1 વાગ્યે ભુલા ફળિયામાં વિરામ લેશે બાઇક રેલી ભુલા ફળિયાથી રેલી ફરી બપોરે 3 કલાકે પ્રસ્થાન...
navsari   લોકસભા ભાજપના ઉમેદવાર સી આર પાટીલનું બાઇક રેલી દ્વારા શક્તિ પ્રદર્શન
  • નવસારી લોકસભા ઉમેદવાર સી.આર.પાટીલનું શક્તિ-પ્રદર્શન
  • નવસારી વિધાનસભા મત વિસ્તારમાં બાઇક રેલી
  • વેસ્મા ચાર રસ્તાથી રેલી અલગ અલગ 17 રૂટ પરથી પસાર થશે
  • બપોરે 1 વાગ્યે ભુલા ફળિયામાં વિરામ લેશે બાઇક રેલી
  • ભુલા ફળિયાથી રેલી ફરી બપોરે 3 કલાકે પ્રસ્થાન થશે
  • રેલીમાં કુલ 18 સ્વાગત પોઇન્ટ, અંદાજીત 18 કિલોમીટરનો રૂટ

NAVSARI : સમગ્ર દેશભારમાં હાલ ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં ચૂંટણીના ત્રીજા તબક્કામાં એટલે કે 7 મી મેના રોજ મતદાન થવાનું છે. ત્યારે બધા રાજનૈતિક પાર્ટીના ઉમેદવારો હાલ પોતાના મતવિસ્તારમાં પોતાના મતદારોને રીઝવવા અને પોતાનું શક્તિપ્રદર્શન દેખાડવા માટે હાલ પુરજોર પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતમાં એક તરફ ભાજપના સ્ટાર પ્રચારકો ચૂંટણીના મેદાને આવ્યા છે આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પોતાના મતવિસ્તાર નવસારીમાં ( NAVSARI ) બાઇક રેલીના માધ્યમથી શક્તિ પ્રદર્શન દેખાડી રહ્યા છે. આ વિશાળ બાઇક રેલીમાં સી આર પાટીલ સાથે ભરત બોઘરા પણ હાજર રહ્યા છે.

Advertisement

નવસારી ( NAVSARI ) લોકસભા ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલનું તેમના મતવિસ્તારમાં શક્તિ-પ્રદર્શન ચાલી રહ્યું છે. જેના માટે આજરોજ વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં બાઇક અને મોટરકાર લઈને જોડાયા છે. ભાજપના કાર્યકરો અને પ્રજાજનો સી આર પાટીલનું આ રેલીમાં ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. આ બાઇક રેલી વેસ્મા ચાર રસ્તાથી રેલી અલગ અલગ 17 રૂટ પરથી પસાર થશે, તે બપોરે 1 વાગ્યે ભુલા ફળિયામાં વિરામ લેશે  ત્યારે ભુલા ફળિયાથી રેલી ફરી બપોરે 3 કલાકે પ્રસ્થાન થશે અને આ રેલીમાં કુલ 18 સ્વાગત પોઇન્ટ, અંદાજીત 18 કિલોમીટરનો રૂટ નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો : AHMEDABAD : સાબરમતીમાં એક જ પરિવારના ચાર સભ્યનો આપઘાતનો પ્રયાસ, પછી એવું બન્યું કે..

આ પણ વાંચો : VADODARA : લોકસભાની ચૂંટણી માટે અધિકારીઓનું મતદાન શરૂ

Advertisement

Tags :
Advertisement

.