Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના એક જ મહિનામાં 700થી વધુ કેસ નોંધાયા

અહેવાલ - દિનેશ મકવાણા ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં શ્વાન કરડી લેવાના સામાન્ય કેસ નોંધાયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં 700 થી 800 કેસ સિવિલ ચોપડે નોંધાતા રખડતા શ્વાનોથી બાળકોને સાવચેત રહેવા માટેની પણ તબીબો અપીલ કરી રહ્યા છે અને...
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના એક જ મહિનામાં 700થી વધુ કેસ નોંધાયા

અહેવાલ - દિનેશ મકવાણા

Advertisement

ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં શ્વાન કરડી લેવાના સામાન્ય કેસ નોંધાયા હતા. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં 700 થી 800 કેસ સિવિલ ચોપડે નોંધાતા રખડતા શ્વાનોથી બાળકોને સાવચેત રહેવા માટેની પણ તબીબો અપીલ કરી રહ્યા છે અને છેલ્લા 9 મહિનામાં જ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડી લેવાના 2000થી વધુ દર્દીને 7000થી વધુ ડોઝ આપવામાં આવ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ભરૂચ શહેર જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં રખડતા શ્વાન બાળકો અને રાહદારીઓને કરડી લેવાની અને ઘટનાઓ છેલ્લા 9 મહિનામાં ભરૂચ સિવિલ ચોપડે નોંધાઈ ગઈ છે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના સુધી 100 થી 200 શ્વાન કરડી લેવાના કેસો નોંધાયા હતા પરંતુ સપ્ટેમ્બર મહિનામાં જ શ્વાન કરડી લેવાનો રેકોર્ડ તૂટ્યો છે જેમાં માત્ર સપ્ટેમ્બર મહિનાના 30 જ દિવસમાં 700થી વધુ એટલે 800 કેસ માત્ર શ્વાન કરડી લેવાના નોંધાયા છે સપ્ટેમ્બર માસના અંતિમ દિવસે પણ શ્વાન કરડી લેવાના દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા.

Advertisement

છેલ્લા 8 મહિનામાં શ્વાન કરડી લેવાના કેસ નહિવત માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ 800થી વધુ કેસ શ્વાન કાઢી લેવાના કેમ..? તે પ્રશ્ન મુદ્દે ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર દીપા થદાણીનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે નર્મદા નદીમાં પૂરના કારણે અથવા તો વાતાવરણના બદલાવના કારણે તેમજ રખડતા પશુઓને હેરાન કરવા પથ્થર મારવા સહિત વિવિધ મુદ્દે પણ શ્વાન હાવ થતા હોય છે અને કરડી લેવાના બનાવો બનતા હોય છે સપ્ટેમ્બર મહિનામાં પણ સૌથી વધુ શ્વાન કરડી લેવાના કેસ નોંધાયા છે જેના કારણે શક્ય બને તેટલા લોકો પણ જાગૃત થાય અને શ્વાનથી દૂર રહે તેવી અપીલ પણ ડો. દીપા થદાણીએ કરી હતી.

ભરૂચ સિવિલ હોસ્પિટલના ચોપડામાં છેલ્લા 9 મહિનામાં શ્વાન કરડી લેવાના કેસો ઉપર નજર કરીએ તો જાન્યુઆરીમાં 297 દર્દીઓને 1188 ડોઝ અપાયા ફેબ્રુઆરી માસમાં 241 દર્દીઓને 964 ડોઝ અપાયા માર્ચમાં 257 દર્દીઓને 1028 ડોઝ અપાયા એપ્રિલમાં 248 દર્દીઓને 992 ડોઝ અપાયા મે માસમાં 190 દર્દીઓને 760 ડોઝ જ્યારે જૂન મહિનામાં 100 દર્દીઓને 400 ડોઝ જુલાઈ મહિનામાં 157 દર્દીઓને 616 ડોઝ અપાયા ઓગસ્ટ માસમાં 214 દર્દીઓને 856 ડોઝ અપાયા હતા જ્યારે સપ્ટેમ્બર માસમાં 800થી વધુ દર્દીઓ માત્ર શ્વાન કરડી લેવાના નોંધાયા હતા આમ ભરૂચ જિલ્લામાં 2000થી વધુ શ્વાન કરડી લેવાના દર્દીઓને 7,000થી વધુ આપવામાં આવ્યા હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.