Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Modhera: રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન

આજે મોઢેરા ( Modhera ) ખાતે રાજયકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા...
modhera  રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન

આજે મોઢેરા ( Modhera ) ખાતે રાજયકક્ષાનો સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા.

Advertisement

મોઢેરા ( Modhera ) ખાતે સૂર્ય મંદિર અને સૂર્ય નમસ્કારનો અનોખો સંયોગ જોવા મળ્યો હતો. જેમાં માત્ર વર્ષમાં 2 દિવસ ખુદ સૂર્યનારાયણ તેમના કિરણોના માધ્યમથી મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરે છે. આ આહલાદક નજારો માત્ર 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ જોવા મળે છે. પરંતુ આજે નવીન વર્ષ 2024 ના પહેલા કિરણ સાથે મોઢેરા ( Modhera ) ખાતે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

3000થી વધુ લોકો આ સૂર્યનામસ્કારના કર્યક્રમમાં જોડાયા

મળતી માહિતી અનુસાર લગભગ 3000થી વધુ લોકો આ સૂર્યનામસ્કારના કર્યક્રમમાં જોડાયા હતા.રાજ્યકક્ષાના મોઢેરા કાર્યક્રમ સહિત રાજ્યના વિવિધ 107 આઇકોનીક સ્થળો પર આજે સૂર્યનમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેણે ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવે તેવી રીતે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન

રાજ્ય કક્ષાના 108 આઇકોનીક સ્થળ પૈકી 51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 51 સ્થળો પર યોજાયેલો આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત

આ ખાસ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. અને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં રાજ્યકક્ષાએ વિજેતા થયેલા સ્પર્ધકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - હવાઈ મુસાફરી હવે થઈ શકે છે સસ્તી, Jet Fuel ના ભાવમાં ઘટાડો….

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ.

Tags :
Advertisement

.